મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ


SHARE









વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ

નીટની પરીક્ષામાં ગોટાળા કરવામાં આવેલ છે જેથી કરીને વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને. આ ગોટાળામાં જે કોઈપણ સંડોવાયેલ હોય તે તમામ દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી અને ફરીથી પરીક્ષા લેવામાં આવે તેવી પણ માંગ કરી છે.

વાંકાનેરમાં ગઇકાલે ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ મંત્રી અને મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ડો. રૂકમુદ્દીન માથકીયા, વાંકાનેર કોંગ્રેસ સમિતિના શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, અરવિંદભાઈ આંબલીયા, આબિદ ગઢવાળા સહિતના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ છે કે, નીટ-યુજી જેવી પરીક્ષામાં ગોટાળાઓ થાય તે અતિ ગંભીર બાબત છે. આ પરીક્ષામાં અનેક ક્ષતિઓ સામે આવી છે. આ માનવીય ભુલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે. પ્રશ્નપત્ર કેવી રીતે લીક થયું તે અંગે પણ કોંગ્રેસ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે.

ગોધરામાં પૈસા લઈને આખું સેન્ટર વેચાઈ ગયું તેના પર પણ કોંગ્રેસે પ્રહાર કર્યા હતા અને પરીક્ષા લેનાર નીટની દર વર્ષે કોઈને કોઈ ગેરરીતિ સામે આવે છે જેથી તે પરીક્ષાનું આયોજન કરવા માટે સક્ષમ નથી. તેવું પણ રજૂઆત કરી છે. અને હાલમાં પરીક્ષામાં ગોટાળા કરવામાં આવેલ છે જેથી કરીને પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને પરીક્ષામાં ગોટાળાઓ કરનાર દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.




Latest News