વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ
મોરબીના પાનેલી ગામે પોદળો નાખવા બાબતે થયેલ મારામારીમાં બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ
SHARE






મોરબીના પાનેલી ગામે પોદળો નાખવા બાબતે થયેલ મારામારીમાં બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ
મોરબી તાલુકાના પાનેલી ગામે આવેલ ગોપાલ સોસાયટીમાં શેરીમાં કચરો વાળવા અને પોદળો નાખવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે પાડોશમાં રહેતા બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેની સામસામે ફરિયાદ નોંધાયેલ હતી જે એક ગુનામાં પોલીસે બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના પાનેલી ગામે ગોપાલ સોસાયટીમાં સહદેવભાઈ ભાણજીભાઈ કંઝારીયા જાતે દલવાડી (36)એ ગૌરીબેન ઉર્ફે ભૂરીબેન શાંતિલાલ, જીતેન્દ્રભાઈ શાંતિલાલ, વર્ષાબેન શાંતિલાલ, ગૌતમભાઈ લક્ષ્મણભાઈ કંઝારીયા, જયેશ શાંતિલાલ કંઝારીયા, અરવિંદભાઈ લખમણભાઇ કંઝારીયા, શાંતિલાલ ડુંગરભાઇ અને લખમણભાઇ ડુંગરભાઇની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપીઓ ફરિયાદીના ઘરે પોદળો નાખી ગયા હતા. જેથી વૈશાલીબેને આરોપીઓને કહેવા જતા આરોપીઓ તેને ગાળો આપી હતી અને ત્યાર બાદ હથિયારો સાથે ફરિયાદીના ઘરે આવીને ગૌતમભાઈ કંઝારીયાએ ફરિયાદીને લોખંડની પાઈપથી ડાબા પગના સાથળના ભાગે માર માર્યો હતો. જ્યારે ગૌરીબેને લાકડાના ધોકા વડે નિશાબેનને માથામાં માર મારીને ઇજા કરી હતી અને અરવિંદભાઈએ લોખંડના પાઇપ વડે વૈશાલીબેનને માથામાં ડાબા કાન પાસે માર મારીને ઇજા કરી હતી અને વર્ષાબેને વૈશાલીને લાકડાના ધોકાથી માર માર્યો હતો. તેમજ ધરમશીભાઈને જીતેન્દ્રભાઈએ લોખંડના પાઇપથી ડાબા હાથ ઉપર માર મારીને ઇજા કરેલ છે અને શાંતિલાલએ ધોકા વડે ફરિયાદીને માર મારી માથા અને કપાળના ભાગે ઇજા કરી હતી. જેથી ઈજા પામેલ લોકોને સારવારમાં લઈ ગયા હતા. ત્યારબાદ સહદેવભાઈ કંઝારીયાએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે આરોપી ગૌરીબેન ઉર્ફે ભૂરીબેન શાંતિલાલ કંઝારીયા (52), જીતેન્દ્રભાઈ શાંતિલાલ કંઝારીયા (30), વર્ષાબેન જિતેન્દ્રભાઈ કંઝારીયા (27), અરવિંદભાઈ લખમણભાઇ કંઝારીયા (22) અને લખમણભાઇ ડુંગરભાઇ કંઝારીયા (51)ની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા તજવીજ ચાલી રહી છે.


