હળવદ તાલુકાના સુંદરીભવાની ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયને લઈને તાલીમ યોજાઈ મોરબી રોજગાર કચેરી દ્વારા ભારતીય સૈન્યમાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે નિવાસી તાલીમનું આયોજન મોરબીના શનાળા રોડે ભાઈના જન્મદિવસે જાહેરમાં ફટાકડા ફોડતા યુવાનના સીન વિખીનાખ્યા માળીયા (મી)ના અંજીયાસર ગામે પતિની હત્યા કરનાર પત્ની-સાળો જેલ હવાલે: દીકરો રિમાન્ડ ઉપર મોરબી જિલ્લાના દેવગઢ ગામે ઘરમાં નકલી ઇંગ્લિશ દારૂની મિનિ ફેકટરી ચલાવતા બે સગા ભાઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબી સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં મહિલાને શુદ્ધ ઘી ના ડ્રાયફુટયુક્ત શીરાની વિતરણ મોરબીમાં પત્નીનાઅંતિમ પગલાં બાદ બાદ સિરામિક રોમટિરિયલ્સના ધંધાર્થીએ નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટુકાવ્યું વાંકાનેરના દેરાળા ગામે પ્રેમિકાના મંગેતરને પ્રેમસબંધની વાત કરનારા યુવાનને પ્રેમિકાના સસરા સહિત ચાર શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી : 'એક બાળ- એક ઝાડ' જુના અમરાપર શાળામાં જન્મદિવસની અનોખી ઉજવણી


SHARE









મોરબી : 'એક બાળ- એક ઝાડ' જુના અમરાપર શાળામાં જન્મદિવસની અનોખી ઉજવણી

હળવદના જુના અમરાપર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના જન્મદિવસની ઉજવણી બાળકોને વૃક્ષ ભેટમાં આપીને કરવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીના જન્મદિવસને યાદગાર બનાવવા "એક બાળ, એક ઝાડ' અંતર્ગત જન્મદિવસની ઉજવણી વિદ્યાર્થીઓને છોડ ભેટમાં આપીને કરવામાં આવે છે.દિનપ્રતિદિન ગરમીનું પ્રમાણ વધતું જાય છે તેમ જ વૃક્ષ ઓછા થતા જતા હોય બાળકો વૃક્ષનું મહત્વ સમજે અને પ્રકૃતિની નજીક જાય. વૃક્ષ એ પશુ પક્ષી, જીવજંતુઓનો આશરો છે. વૃક્ષ વગર માનવ જીવનની કલ્પના ન થઈ શકે જન્મથી મરણ સુધી વૃક્ષો મનુષ્યનું અભિન્ન અંગ છે.શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈના આ નવતર પહેલ દ્વારા વિદ્યાર્થીઓ વૃક્ષોનું મહત્વ સમજી ઉછેર કરે અને વિદ્યાર્થી અવસ્થામાં જ શિક્ષણ સાથે વૃક્ષોનું સરક્ષણ સંવર્ધન અને ઉછેર કરી પ્રકૃતિ બચાવો અભિયાનમાં સહભાગી થાય તેવી સૌને અપીલ કરાયેલ છે.




Latest News