મોરબીના ઝિલટોપ વિટ્રિફાઇડમાં વેલ્ડીંગ કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
મોરબીમાં કુબેર ટોકીઝની પાછળ રહેતા પરિવારની યુવતી ગુમ
SHARE








મોરબીમાં કુબેર ટોકીઝની પાછળ રહેતા પરિવારની યુવતી ગુમ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ મફતિયાપરા વિસ્તારમાં રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી ગુમ થયેલ યુવતીના ભાઈ દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુમ થયેલી યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ મફતિયાપરા વિસ્તારમાં રહેતા કરણભાઈ ઘનશ્યામભાઈ વિરમગામા જાતે કોળી (24) એ હાલમાં તેઓની બહેન નીલમબેન ઘનશ્યામભાઈ વિરમગામા જાતે કોળી (19) ગુમ થયેલ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 1/6 ના રોજ બપોરે 1:00 વાગ્યાના અરસામાં તેઓની બહેન ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે. અને હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી ગુમ થયેલ યુવતીના ભાઈએ ગુમસુધા ફરિયાદ નોંધાવતા પોલીસે તેની નોંધ કરીને હાલમાં ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે.
