મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શાકભાજીમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેકટરે મળશે ૨૦ હજારની સહાય


SHARE













મોરબી જીલ્લામાં શાકભાજીમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેકટરે મળશે ૨૦ હજારની સહાય

ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની નવી જાહેર થયેલી યોજના શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના સરકારના કાર્યક્રમઅંતર્ગત ચાલુ વર્ષે ખેડૂતો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ખેતી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઈનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહતમ ૨૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય મળવા પાત્ર રહેશે.

ખાતાદીઠ અને લાભાર્થીદીઠ ઓછામાં ઓછા ૦.૨૦ હેકટર થી મહત્તમ ૨.૦૦ હેકટર સુધીના વાવેતર માટે આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. જિલ્લાની આત્મા કચેરી દ્વારા સમયાંતરે તૈયાર કરેલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોની યાદી/આત્માના FIG માં સમાવિષ્ટ ખેડૂતને જ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે. આ ઘટકમાં સહાય મેળવવા તા.૧૩/૮ સુધીમાં I-Khedut Portal  પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરી અરજીપત્રક સાથે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ) જેવા સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ મોરબી ખાતે અચુક રજુ કરવા જણાવવામાં આવ્યું છે. વધુ વિગતો માટે નાયબ બાગાયત નિયામકની કચેરીના ફોન નં: ૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરી શકાશે. જેની સર્વે ખેડુતોએ નોંધ લેવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.




Latest News