ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી ખાતે વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત જિલ્લા કક્ષાનો લાયક દંપતી વર્કશોપ યોજાયો


SHARE

















મોરબી ખાતે વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત જિલ્લા કક્ષાનો લાયક દંપતી વર્કશોપ યોજાયો

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના નેતૃત્વમાં અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ તા.૯/૭ નાં રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ મોરબી દ્વારા જિલ્લા કક્ષાના લાયક દંપતી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં રામધન આશ્રમ ખાતે યોજાયેલા લાયક દંપતી વર્કશોપમાં મોરબી જિલ્લામાંથી ૨૪૦ જેટલા દંપતીઓ, લોકો અને આશા બહેનો જોડાયા હતા.

આ વર્કશોપ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતા દવેએ વિશ્વ વસ્તી દિવસ ઉજવણી ઉપરાંત આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેતા દ્વારા કુટુંબ નિયોજનની વિવિધ પધ્ધતિઓ અંગે છણાવટ કરી કુટુંબ નિયોજન થકી માતા મરણ અને બાળ મરણ પ્રમાણ નીચું લાવી શકાય છે તે બાબતે માહિતી આપી હતી. જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો.સંજય શાહ દ્વારા માતા અને બાળ આરોગ્ય તથા સમયસર રસીકરણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ડો.રાહુલ કોટડીયા, ડો.ડી.વી.બાવરવા, ડો.વિપુલ કારોલીયા, ડી.એમ.સંઘાણી સહિતના હાજર રહ્યા હતા.




Latest News