મોરબી ખાતે વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત જિલ્લા કક્ષાનો લાયક દંપતી વર્કશોપ યોજાયો
માળીયા (મી)ના દેવગઢ ગામે શાળામાં વૃક્ષારોપણ-પર્યાવરણલક્ષી સ્પર્ધા યોજાઈ
SHARE









માળીયા (મી)ના દેવગઢ ગામે શાળામાં વૃક્ષારોપણ-પર્યાવરણલક્ષી સ્પર્ધા યોજાઈ
માળીયા (મી)માં આવેલ દેવ સોલ્ટ પ્રા.લી. તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા દેવગઢ (નવા) ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ અને પર્યાવરણ લક્ષી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા પર્યાવરણ વિશે જાગૃતિ, મહત્વ, ફાયદા અને ગેરફાયદા સમજાવવા માટે રાખવામા આવી હતી અને વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. અને સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન શાળાનો સ્ટાફ, ગામના અગ્રણી કાનાભાઈ સવસેટા અને દેવ સોલ્ટના પ્રતિનિધિ વિવેક ધૃણા, રમજાન જેડા તથા અમીત સવસેટા ઉપસ્થિત રહ્યા હતા.
