મોરબીમાં અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયેલ ઇસમ પાસા હેઠળ સુરતની જેલ હવાલે મોરબી શહેર અને પાનેલી ગામે થયેલ મારામારીના બે બનાવમાં એક-એક આરોપીની ધરપકડ મોરબીમાં સસ્તામાં ટાઇલ્સ આપવાનું કહીને કરવામાં આવેલ 90,535 ની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી નજીકથી ઝડપાયેલ યુરીયા ખાતરના ગુનામાં માલ માંગવાનર સહિત બે ની ધરપકડ મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા માતાનું મોત: દીકરો સારવારમાં


SHARE

ટંકારાના છતર પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા માતાનું મોત: દીકરો સારવારમાં

રાજકોટમાં રામવન પાસે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા જશુબેન ટોળીયા તેના પુત્ર પ્રકાશના બાઈક પાછળ બેસી મિતાણા ગામે માતાજીના દર્શને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો: ઇજાગ્રસ્ત માતા-પુત્રને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં જશુબેને સારવારમાં દમ તોડી દીધો હતો

ટંકારાના છતર પાસે ટ્રકે બાઇકને હડફેટે લીધું હતું જેમાં માતાનું મોત નીપજ્યું હતું જ્યારે બાઈક ચાલક પુત્ર ઇજાગ્રસ્ત થયેલ. રાજકોટમાં રામવન પાસે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા જશુબેન ટોળીયા તેના પુત્ર ચિરાગના બાઈક પાછળ બેસી મિતાણા ગામે માતાજીના દર્શને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

આ અંગે મળતી વિગત મુજબ, ગઈકાલે સાંજે 4 વાગ્યા આસપાસ જશુબેન લાખાભાઈ ટોળીયા (ઉં. વ.60) અને પ્રકાશભાઈ લાખાભાઈ ટોળીયા (ઉં. વ.24)(રહે. બંને રાધાકૃષ્ણ સોસાયટી, રામવન પાસે, રાજકોટ)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન જશુબેનનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસ ટીમ દોડી આવી હતી.

મૃતકના પરિજનોની પૂછપરછ કરતા જાણવા મળેલ કે, ગઈકાલે બપોરે માતા-પુત્ર મિતાણા ખાતે આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા જવા માટે બાઈક પર નીકળ્યા હતા. આશરે પોણા ત્રણ વાગ્યે છતર ગામ પાસે મોરબી રાજકોટ રોડ પર બાલાજી કારખાના પાસે પહોંચતા પાછળથી આવતા આઇસર ટ્રક ચાલકે બાઈક સહિત પાછળથી માતા પુત્રને હડફેટે લેતા બંને ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં માતાનું મોત થયું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મૃતક જશુબેનને સંતાનમાં 3 દીકરી, 2 દીકરા છે. તેમના પતિ લાખાભાઈ નિવૃત્ત છે.જ્યારે ઇજાગ્રસ્ત પ્રકાશ ચા ની કિટલી ચલાવે છે. પ્રકાશ ઇજાગ્રસ્ત હોય, તેને સારવારમાં દાખલ રખાયો છે. બનાવથી ટોળીયા પરિવારમાં શોક છવાયો હતો.
Latest News