ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપીને પકડાયા કચ્છ સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન મોરબીના ભરતનગર પાસે ડબલ સવારી બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા મારું વૃક્ષ, મારું ગૌરવ: હળવદના જુના અમરાપર ગામની શાળાનું નવતર અભિયાન મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી માટેની પરીક્ષાની મોક ટેસ્ટ-૨ યોજાઇ મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપના ધારાસભ્ય સહિતના તમામ હોદેદારો પોતાના ધંધામાં વ્યસ્ત, લોકો સમસ્યાઓથી ત્રસ્ત: ઈશુદાન ગઢવી


SHARE















મોરબીમાં ભાજપના ધારાસભ્ય સહિતના તમામ હોદેદારો પોતાના ધંધામાં વ્યસ્ત, લોકો સમસ્યાઓથી ત્રસ્ત: ઈશુદાન ગઢવી

હાલમાં આમ આદમી પાર્ટી દ્વારા મિશન વિસ્તાર કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે જુદાજુદા શહેર અને જીલ્લામાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેના ભાગ રૂપે ગઇકાલે મોરબીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની હાજરીમાં શહેર અને જિલ્લાના સંગઠનની સંકલનની બેઠકનું આયોજન કરવાના આવ્યું હતું. ત્યારે બાદ પ્રદેશ પ્રમુખ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, મોરબીમાં ભાજપના ધારાસભ્ય સહિતના તમામ હોદેદારો પોતાના ધંધામાં વ્યસ્ત છે અને બીજી બાજુ લોકો સમસ્યાઓથી ત્રસ્ત છે ત્યારે આગામી ચુંટણીમાં કમળને કાઢો એટ્લે બધા જ પ્રશ્નોનો ઉકેલ આવી જશે.

મોરબીના બોરિયા પાટી વિસ્તારમાં આવેલ ૐ શિવાય હૉલ ખાતે ગઇકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, માજી પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહિતના આગેવાનોની હાજરીમાં જિલ્લાની સંકલનની મિટિંગ રાખવામા આવી હતી જેમાં જિલ્લાના આમ આદમી પાર્ટીના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારે માજી પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે, મોરબી સહિત ગુજરાતની તમામ નગરપાલિકાઓને ભાજપના નેતાઓનો ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધે છે અને પાલિકાને વિકાસનું માધ્યમ બનાવવાને બદલે ખિસ્સા ભરવાનું માધ્યમ ભાજપે બનાવી નાખ્યું છે. એટ્લે જ તો આજની તારીખ મોરબીમાં રસ્તા ઉપર ખાડા સહિતના વર્ષો જૂના પ્રશ્નો ઊભાને ઊભા જ છે અને આજે તો જાણે કે મોરબી ખાડા નગરી બની ગયેલ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. અત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાત સાથે ભાજપને હરાવવા માટે મેદાનમાં ઉતરશે.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, મોરબી પાલિકાને મહાપાલિકાનું લેબલ ચિપકાવીને મોરબીના લોકોને લૂંટવાનું આયોજન કરવામાં આવ્યું છે કેમ કે, વર્ષોથી જે શહેરોમાં મહાપાલિકા છે ત્યાં પણ પ્રથામિક સુવિધાના પ્રશ્નો અડીખમ ઊભા છે ત્યારે મોરબી મહાપાલિકા બની જવાથી મોરબીનો વિકાસ થશે તેવી કયા આધારે ભાજપના આગેવાનો કહી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે. ત્યાર બાદ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, મોરબીમાં હપ્તા રાજ ચાલે છે. અને ભાજપના નેતાઓના લીધે જીલ્લામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. ત્યારે લોકોના પ્રશ્નો ઉકેલવાને બદલે ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ પોતાના ધંધામાં વ્યસ્ત છે અને લોકોએ પ્રાથમિક સુવિધા સહિતના પ્રશનોથી ત્રસ્ત છે. આવા સમયે લોકો તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવો હોય તો એક જ વિકલ્પ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અયોધ્યાની જેમ મોરબીમાંથી કમળને કાઢો. 




Latest News