મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશને બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરી
મોરબીમાં ટાઇલ્સના વેપારીને સસ્તામાં માલ આપવાનું કહીને 90,535 ની છેતરપિંડી
SHARE








મોરબીમાં ટાઇલ્સના વેપારીને સસ્તામાં માલ આપવાનું કહીને 90,535 ની છેતરપિંડી
મોરબીમાં શક્તિ ચેમ્બર પાસે શિવાલિકા કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા ટાઇલ્સના વેપારીને વ્હોટસએપ ગ્રુપમાં ટાઇલ્સ બાબતે મેસેજ કર્યો હતો ત્યાર બાદ ફોન ઉપર વાત કરી હતી અને સસ્તામાં ટાઇલ્સ આપવાનું કહ્યું હતું અને તે વેપારીનો વિશ્વાસ મેળવી લીધા બાદ તેની પાસેથી બેન્ક એકાઉન્ટમાં સમયાંતરે 90,535 રૂપિયા મેળવી લીધા હતા અને ત્યારબાદ ટાઇલ્સ મોકલાવેલ નથી અને રૂપિયા પણ પાછા આપેલ નથી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોબાઈલ ધારક અને બેન્ક એકાઉન્ટના ધારકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ લક્ષ્મી સોસાયટીમાં શુભમ હાઈટ્સના બ્લોક નં. 601 રહેતા અને સિરામિક ટાઇલ્સનો વેપાર કરતાં અમિતભાઈ છગનભાઈ દેસાઈ જાતે પટેલ (40)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ નં. 87797 60037 તથા ફેડરલ બેંકના ખાતા નં. 1778010044799 ના ધારક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપીએ વ્હોટસએપ ગ્રુપમાં ટાઇલ્સ બાબતે મેસેજ કર્યો હતો અને ત્યારબાદ ફરિયાદી સાથે ટાઇલ્સ બાબતે ફોન ઉપર વાત કરી હતી અને ફરિયાદીને વિશ્વાસમાં લઈને ફરિયાદીએ મંગાવેલ ટાઇલ્સ માટે ઈલેક્ટ્રીક ટેકનીકલ માધ્યમથી ફેડરલ બેંકના ખાતામાં ફરિયાદીના એક્સિસ બેન્કના ખાતામાંથી સમયાંતરે કુલ મળીને 90,535 રૂપિયા મંગાવી લેવામાં આવ્યા હતા. અને ત્યારબાદ ફરિયાદી યુવાનને ટાઇલ્સ કે રૂપિયા આપવામાં આવેલ નથી. જેથી યુવાનની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોય તેણે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

