મોરબીના નવાગામના યુવાનની લીલાપર ગામના સર્વિસ સ્ટેશન નજીક કારમાંથી લાશ મળી
મોરબી સહિત ગુજરાતની ખાનગી શાળા અને મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે આપની પદયાત્રા યોજાઇ
SHARE
મોરબી સહિત ગુજરાતમાં આવેલ ખાનગી શાળા અને મેડિકલ કોલેજમાં ચાલુ વર્ષની ફી માં વધારો કરવામાં આવ્યો છે આ ફી વધારો મધ્યમ વર્ગના પરિવારને પરવડે તેમ નથી જેથી કરીને તેનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની આગેવાની હેઠળ મોરબીમાં ગાંધી ચોક થી નગર દરવાજા ચોક સુધી બેનરો સાથે આમ આદમી પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી અને ફી વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલ તેમજ પ્રભારી પંકજભાઈ રાણસરિયાની આગેવાની હેઠળ મોરબીમાં ગાંધી ચોકથી નગર દરવાજા ચોક સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને ચાલુ વર્ષથી મોરબી સહિત ગુજરાતની ખાનગી શાળાઓ અને મેડિકલ કોલેજોમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે આ ફી વધારો મધ્યમ વર્ગના પરિવારોને પરવડે તેમ નથી જેથી કરીને ફી વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબી શહેર, જિલ્લા અને તાલુકાના આમ આદમી પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ત્યારે ફી વધારો પાછો ખેંચો, ફી વધારો પાછો ખેંચો સહિતના સૂત્રોચાર પણ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા
વધુમાં આમ આદમી પાર્ટીના આગેવાને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં મોંઘવારી અને મંદી સહિતના અનેક પ્રશ્નોની વચ્ચે લોકો પીસાઈ રહ્યા છે ત્યારે ખાનગી શાળા અને કોલેજોમાં કરવામાં આવેલ ફી વધારાના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે અથવા તો મેડિકલ કોલેજમાં પ્રવેશ ન મેળવી શકે તેવો ઘાટ સર્જાય તેમ છે જેથી વિદ્યાર્થીઓના હિતમાં અને વાલીઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ ફી વધારો પાછો ખેંચવો જોઇએ તેવી માંગ કરવામાં આવી છે.