મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન છોટે વીરપુર મોરબીમાં આજે જલારામ જયંતીની ઉજવણી નિમિતે કાર્યક્રમોની વણજાર: કેક કટિંગ, મહાઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ યોજાશે હળવદના માથક ગામે પરણીતાએ અગમ્ય કારણોસર ભર્યું અંતિમ પગલું મોરબીમાંથી દારૂની 6 બોટલ સાથે એક શખ્સ પકડાયો: 6600 નો દારૂ કબ્જે ટંકારામાં સાંથણીમાં મળેલ જમીનના વેચાણ પછી થયેલ વાંધા અરજીને ગ્રાહ્ય રાખીને રેવન્યુ રેકર્ડમાં પડેલ નોંધ રદ્દ વાંકાનેર 108 ટીમે 60 વર્ષના માજીનો જીવ બચાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના આલાપ રોડ ઉપર ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા તંત્રને ૨૪ કલાકનો અલ્ટીમેટમ, પછી પાલિકાના વહીવટદારની ચેમ્બરમાં રામધૂન


SHARE



























મોરબીના પોસ વિસ્તાર એવા આલાપ રોડ ઉપર છેલ્લા એક બે મહિના નહીં પરંતુ છ મહિના કરતાં વધુ સમયથી ઉભરાતી ગટરની સમસ્યા છે અને આ સમસાને ઉકેલવા માટે અનેક વખત પાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે પરંતુ રજૂઆતો જાણે કે કચરા ટોપલીમાં નાખી દેવામાં આવતી હોય તેમ આજની તારીખે પણ ઉભરાતી ગટરનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો નથી જેથી કરીને આજે કોંગ્રેસના આગેવાનો ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોને સાથે રાખીને રસ્તો ચકકાજામ કરવામાં આવ્યો હતો અને છ મહિના જૂનો ઉભરાતી ગટરનો પ્રશ્ન જો ૨૪ કલાકમાં ઉકેલવામાં નહીં આવે તો કોંગ્રેસ સ્થાનિક લોકોને સાથે રાખીને પાલિકાના વહીવટદારની ચેમ્બરમાં રામધૂન બોલાવશે તેવી ચીમકી ઉચ્ચારી છે

મોરબીના છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો તો આજની તારીખે પણ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જેની સામે તંત્ર કે તંત્ર વાહકો ક્યારેય ધ્યાન દેતા જ નથી. પરંતુ મોરબીના પોસ વિસ્તાર એવા આલાપ રોડની વાત કરીએ તો આલાપ રોડ ઉપર આજકાલ નહીં પરંતુ છેલ્લા છ મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા છે અને આ ગટર ઉભરાવાની સમસ્યા ઉકેલવા માટે થઈને એક બે વખત નહીં પરંતુ અનેક વખત સ્થાનિક લોકો દ્વારા પાલિકામાં લેખિત રજૂઆતો કરવામાં આવી છે જોકે આજ દિવસ સુધી આ પ્રશ્ન ઉકેલવામાં આવ્યો નથી જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો જાણે કે પાલિકા તંત્ર દ્વારા કચરા ટોપલીમાં નાખી દેવામાં આવી હોય તેવો ઘાટ હાલમાં મોરબી શહેરની અંદર જોવા મળી રહ્યો છે અને આ બાબતે સ્થાનિક લોકો દ્વારા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનો સંપર્ક કરવામાં આવતા આજે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોને સાથે રાખીને રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો

આલાપ રોડ ઉપર આવેલ શક્તિ સોસાયટીમાં રહેતા મહિલાઓના જણાવ્યા પ્રમાણે તે વિસ્તારમાં ગટર ઉભરાવવાનો પ્રશ્ન ઉકેલવા માટે થઈને પાલિકામાં અનેક વખત સ્થાનિક લોકોએ લેખિત રજૂઆત કરેલ છે તેમ છતાં પણ આજની તારીખે પાલિકા દ્વારા ત્યાં ગટર ઉભરાવવાનો પ્રશ્ન ઉકેલવા માટે કોઈ કામગીરી કરી નથી અને લોકો પોતાના ઘર પાસેથી પસાર ન થઈ શકે અને ઘર આંગણે બેસી ન શકે તેવી ગંદકી ત્યાં રોડ ઉપર 24 કલાક વહેતી હોય છે.શજેથી કરીને આ પ્રશ્નને ઉકેલવા માટે થઈને મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી છે. અને આજે જ્યારે મહિલાઓ સહિતના સ્થાનિક લોકો દ્વારા રસ્તો ચકકાજામ કરવામાં આવ્યો ત્યારે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યાં લોકોનો પ્રશ્ન ઉકેલાય તે માટે થઈને કોંગ્રેસ દ્વારા નગરપાલિકા તંત્રને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને જો ૨૪ કલાકમાં આ ગટરનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો કોંગ્રેસના આગેવાનો સ્થાનિક લોકોને સાથે રાખીને મોરબી નગરપાલિકાના વહીવટદારની ચેમ્બરમાં જઈને ત્યાં રામધુન બોલાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.






Latest News