જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીમાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાઇ

"રાષ્ટ્રીય પેપર બેગ દિવસ"નાં અનુસંધાને "આવો વેસ્ટ માંથી બેસ્ટ બનાવીએ, રાષ્ટ્ર ને સર્વશ્રેષ્ઠ બનાવીએ સ્પર્ધાનું આયોજન "ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર), ગાંધીનગર" દ્વારા માન્ય "આર્યભટ્ટ લોક વિજ્ઞાન  કેન્દ્ર", મોરબી  દ્વારા "રાષ્ટ્રીય પેપર બેગ દિવસ" નિમિત્તે કરવામાં આવ્યું હતું આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ સ્પર્ધામા મોરબીની વિવિધ સ્કૂલનાં વિધાર્થીઓ, શિક્ષક મિત્રો તથા વાલીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મુખ્યત્વે યોગી વિધાલય નવલખી રોડશ્રીમતી એન.જી.મહેતા હાઇસ્કુલ નજરબાગ, શ્રીમતી એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ મોરબી, નાલંદા વિદ્યાલય વિરપર વગેરે સ્કૂલનાં વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં શ્રેષ્ઠ રજુઆત કરનાર સ્પર્ધકોમાં હિરાણી ધ્યાના મિતેષભાઈ ધો.3 નાલંદા વિદ્યાલય વિરપર, પરમાર  જલ્પાબેન મુકેશભાઈ ધો.7 યોગી વિધાલય, પરમાર  રિષિકા દિલીપભાઈ ધો.8 યોગી વિધાલય, પરમાર જયશ્રીબેન મનીષભાઈ ધો.9 શ્રીમતી એન.જી.મહેતા હાઇસ્કુલ નજરબાગ, પરમાર વિશાલ ડાયાભાઈ, કંઝારીયા ત્રિભુવન દિનેશભાઈ ધો.10 યોગી વિધાલય, સોલંકી નેહાબેન પ્રેમજીભાઈ ધો.11 શ્રીમતી એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, વાઘેલા પાયલબેન અશ્વિનભાઈ, ધો.11 શ્રીમતી એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, પલેજા સરતાજ અકબરભાઈ ધો. 1 શ્રીમતી એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, ગરચર કોમલબેન શિક્ષક યોગી વિધાલય અને ઠક્કર જીતેન્દ્રભાઈ (મયુર નેચરલ ક્લબ) એ સ્પર્ધામાં ભાગ લીધો હતો.






Latest News