મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો 129 લોકોએ લાભ લીધો
SHARE
મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો 129 લોકોએ લાભ લીધો
નિયામક શ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ.આ કેમ્પનો 129 લોકોએ લાભ લીધો હતો.કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર (મેડિકલ ઓફિસર-આયુર્વેદ) અને વૈદ્ય જિજ્ઞેશભાઈ બોરસાણિયા (મેડિકલ ઓફિસર-આયુર્વેદ) એ સેવા આપી હતી.કેમ્પમાં આયુર્વેદિક પદ્ધતિએ રોગોનું નિદાન તેમજ સારવાર કરીને વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી.આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ થશેઅરાયેલ. હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીની શરદી, સાંધાનો દુ:ખાવો, ખરજવુ, ધાધર,ખીલ,કાળા ડાઘ જેવા ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, અપચો, ગેસ, પેટનો દુખાવો, એસીડીટી, કૃમિ, કબજિયાત, મરડો જેવી પાચન સંબંધી તકલીફ, મધુમેહ, સ્થૂળતા જેવા જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી.