મોરબીમાં ધંધામાં ખોટ અને દેણુ થઈ જતા ગુમ થઈ ગયેલ યુવાન હેમખેમ પરત આવ્યો મોરબીની રવાપર ચોકડી કેપિટલ માર્કેટએ કામ સબબ ગયેલ યુવાન એકટીવા મૂકીને ગુમ, શોધખોળ શરૂ મોરબી કોંગ્રેસ પરિવારે શહીદ વીર જવાનના પરિવારને સાંત્વના આપીને કરી આર્થિક મદદ મોરબીમાં ઘરમાંથી 2.230 કિલો ગાંજા પકડવાના ગુનામાં સપ્લાયરની ધરપકડ: એક દિવસના રિમાન્ડ મોરબી નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 17,514 બોટલ દારૂના ગુનામાં ગોવાનો સપ્લાયર પકડાયો: 7 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીમાં મંજૂર વગર પતંગ-દોરાના સ્ટોલ ઊભા કરનાર સામે કરાશે કાર્યવાહી: મનપા મોરબીમાં મારામારી અને અકસ્માત કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો ટંકારા ખાતે ૨૦ ડિસેમ્બરે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો


SHARE











મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

મોરબીમાં ડીડીઓ જે.એસ.પ્રજાપતિની પ્રેરિત અને આદરણીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મેડમ નમ્રતા મેડમના માર્ગદર્શન હેઠળ એલ.ઈ.કોલેજ મોરબીના સેમીનાર હોલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. જેમાં N.M.M.S અને જ્ઞાનસાધના જેવી પરીક્ષામાં  ટોપર આવેલ અલગ અલગ શાળાના કુલ 60 વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓ સાથે ભાગ લીધો હતો. જેમાં NTSE, પ્રતિભા/પ્રખરતા શોધ પરીક્ષા, IIT ENTRANCE EXAM, તથા તર્કશક્તિ વિકાસની પ્રવૃત્તિઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ બાબતે અનુક્રમે જે તે પરીક્ષા વિશે મનનભાઈ બુદ્ધદેવ (સ્કૂલ ઇન્સ્પેક્ટર)વિશાલભાઈ સાણંદિયા (મ.શિ.જવાહર પ્રા.શાળા)કમલેશભાઈ દલસાણિયા, હિરેનભાઇ રૈયાણીએ PPT સાથે સમજ આપી હતી.અંતમાં મોરબીના બાળરોગ નિષ્ણાત અને પ્રખર વક્તા તથા સાહિત્યકાર ડૉ.સતીશ પટેલએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં પાંચેય તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ તથા બી.આર.સી કોર્ડિનેટર્સ તથા એલ.ઈ.કોલેજના પ્રોફેસર્સ સંતોકી અને આયલાણીની પ્રેરક ઉપસ્થિતિ હતી. તથા જિલ્લા લીગલ ઑફિસરે સંજયભાઈ નારોલાએ હાજરી આપી હતી. આખા સેમીનારનું કૉઓર્ડિનેશન મોરબીના બી.આર.સી કૉ-ઑર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજાએ કર્યુ હતું. આ કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ કાલરિયાએ કર્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સી.આર.સી. ચેતનભાઈ જાકાસણીયા, ઉમેશભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ રંગપડીયા, શૈલશભાઈ કાલરીયા ,મહાવીરસિંહ જાડેજા, રમેશભાઈ હુંબલ, ભરતભાઇ મોઢવાડીયાએ જહેમત ઉઠાવી હતી.






Latest News