મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનામાં કામ બાબતે બોલાચાલી કરીને યુવાનને ધોકા વડે માર માર્યો


SHARE













મોરબી નજીક સિરામિક કારખાનામાં કામ બાબતે બોલાચાલી કરીને યુવાનને ધોકા વડે માર માર્યો

મોરબીના માળીયા હાઇવે રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં કામ બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે ડિજિટલ મશીનના ઓપરેટર દ્વારા યુવાનને ઢિકાપાટુ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતા પિયુષ હીરાભાઈ ચૌહાણ (19) નામનો યુવાન મોરબીના માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગ્રેસ આર્ટ સીરામીકમાં કામ કરતો હોય ત્યાં કામ બાબતે ડિજિટલ મશીનના ઓપરેટર રાજન પટેલ સાથે તેને બોલાચાલી થઈ હતી. અને ત્યારે રાજન પટેલે તેને ઢિકાપાટુ અને ધોકા વડે માર માર્યો હતો. જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેને લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.એસ. ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા સચિન દિનેશભાઈ દેગામા (18) નામના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી. જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.






Latest News