અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના હરીપર (કે) ગામે વાડીએ ભાતના ગરમ તપેલામાં પડી જતાં દાઝી ગયેલ અઢી વર્ષનો બાળક સારવારમાં


SHARE









મોરબીના હરીપર (કે) ગામે વાડીએ ભાતના ગરમ તપેલામાં પડી જતાં દાઝી ગયેલ અઢી વર્ષનો બાળક સારવારમાં
મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારનો અઢી વર્ષનો બાળક ભાતના ગરમ તપેલામાં પડી ગયો હતો જેથી તે બાળક દાઝી ગયો હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે અશોકભાઈ માવજીભાઈ ચારોલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ઉત્તરસિંહ બામણીયાનો અઢી વર્ષનો દીકરો રહીમ વાડીએ રમતા રમતા ભાતના ગરમના તપેલામાં પડી ગયો હતો અને તે શરીરે દાઝી ગયો હતો. જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી.પરમાર દ્વારા કરવામાં આવી હતી.

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા સતિષભાઈ પ્રભુભાઈ મારવાણીયા (39) નામનો યુવાન ગામના ઝાપા પાસેની દુકાનેથી પોતાના ઘરે જતો હતો ત્યારે રોડ ઉપર તેનું બાઈક સ્લીપ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેને ઈજા થવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને બનાવની પ્રાથમિક તપાસવી એસ.વી. સોલંકી દ્વારા કરવામાં આવી છે




Latest News