મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેરની સ્વપ્નલોક સોસાયટીમાં ઘર પાસે પડેલ ઇનોવા કારમાંથી 156 બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ, એકની શોધખોળ


SHARE







વાંકાનેરની સ્વપ્નલોક સોસાયટીમાં ઘર પાસે પડેલ ઇનોવા કારમાંથી 156 બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ, એકની શોધખોળ

વાંકાનેર મીલ પ્લોટ ફાટક પાસે સ્વપ્નલોક સોસાયટીમાં ઘર પાસે ઇનોવા કાર પડી હતી જેને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની 156 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળીને 372400 નો મુદામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરેલ છે જો કે, એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે હીતેન્દ્રસિંહ ચુડાસમા, રામભાઈ મંઢ તથા દશરથસિંહ ચાવડાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, વાંકાનેર મીલ પ્લોટ ફાટક પાસે સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા મુળરાજસિંહ નવલસિંહ ઝાલાએ પોતાના મકાન સામે શેરીમાં ઇનોવા કાર નં. જીજે 3 ઇઆર 6826 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખ્યો છે અને દારૂની હેરાફેરી કરે છે. જેથી કરીને પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીંશ દારૂની 156 બોટલ ગાડીમાંથી મળી આવી હતી જેથી કરીને પોલીસે 62400 નો દારૂ અને 10 હજારનો મોબાઈલ ફોન તેમ ત્રણ લાખની ગાડી આમ કુલ મળીને 3,72,400 નો મુદામાલ કબજે કરેલ છે  અને આરોપી મુળરાજસિંહ નવલસિંહ ઝાલા જાતે દરબાર (42) રહે. હાલ વાંકાનેર મીલ પ્લોટ ફાટક પાસે સ્વપ્નલોક સોસાયટી વાંકાનેર મુળ રહે. વેગડવાવ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી થોભણભાઇ રહે. સુરેન્દ્રનગર વાળાનું નામ સામે આવ્યું છે જેથી પોલીસે બંને સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ કે.એચ.ભોચીયા અને વી.એન.પરમાર તેમજ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે કરી હતી






Latest News