મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

રિલ્સની રમખાણ: મોરબીમાં મયુર બ્રિજની ફૂટપાથ ઉપર બાઇકના સ્ટંટ કરતાં શખ્સને પોલીસે દબોચ્યો


SHARE













રિલ્સની રમખાણ: મોરબીમાં મયુર બ્રિજની ફૂટપાથ ઉપર બાઇકના સ્ટંટ કરતાં શખ્સને પોલીસે બોચ્યો

મોરબી શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર બાઈકના સ્ટંટ કરતા હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તેવામાં મોરબીના મયુર બ્રિજની ફૂટપાથ ઉપર બાઈકના સ્ટંટ કરતાં એક શખ્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને પોલીસે બાઈક ઉપર સ્ટંટ કરી રહેલા શખ્સને પકડીને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ ઉપર રિલ્સ મુકવા માટે અને વ્યુ વધારવા માટે થઈને ઘણી વખત જીવ જોખમમાં મૂકે તે પ્રકારના વિડીયો બનાવતા પણ આજકાલના યુવાનો અચકાતા નથી. છેલ્લા એકાદ મહિનાની અંદર વાંકાનેરના નેશનલ હાઈવે રોડ ઉપર બાઈક સૂતા સૂતા ચલાવતા હોય અને બાઈકના સ્ટંટ કરતા હોય તે પ્રકારના વિડીયો સામે આવતા લગભગ ત્રણથી વધુ ગુના વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા છે. તેવામાં જો વાત કરીએ મોરબીની તો મોરબીના મયુર બ્રિજની ફૂટપાટ ઉપર બાઈકના કંટ કરતો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જે શખ્સ દ્વારા મયૂરબ્રિજ ઉપર સ્ટંટ કરવામાં આવેલ છે તેના જુદા જુદા વિસ્તારની અંદર પણ બાઈક અને કારના સ્ટંટ કર્યા હોય તે પ્રકારના વિડીયો તેના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર જોવા મળ્યા હતા. જેથી બાઈકના સ્ટંટ કરી રહેલ કિરીટ બાબુભાઈ અગેચાણીયા (24) રહે. વીસીપરા અગેચણીયા વાડી વિસ્તાર અમરેલી રોડ મોરબી વાળાની તાત્કાલિક ટ્રાફિક શાખાના પીએસઆઈ ડી.બી. ઠક્કર અને તેની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ શખ્સની સામે જુગારના બે, મારામારી સહિત કુલ મળીને 6 જેટલા ગુના નોંધાયેલા છે






Latest News