મોરબીના જુદાજુદા પ્રશ્નોને લઈને આપના આગેવાનોએ અધિકારી સાથે કરી ચર્ચા
ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સેમીનાર યોજાયો
SHARE
ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સેમીનાર યોજાયો
મોરબી જિલ્લાના ડીડીઓ જે.એસ.પ્રજાપતિની સૂચના મુજબ ડીપીઇઓ નમ્રતાબેનના માર્ગદર્શન હેઠળ ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં જેમાં N.M.M.S અને જ્ઞાનસાધના જેવી પરીક્ષામાં ટોપર આવેલ અલગ અલગ શાળાના કુલ 57 વિદ્યાર્થીઓએ તેઓના વાલીઓ સાથે ભાગ લીધો હતો. જેમાં NTSE,પ્રતિભા/પ્રખરતા શોધ પરીક્ષા, IIT ENTRANCE EXAM, તથા તર્કશક્તિ વિકાસની પ્રવૃત્તિઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ બાબતે અનુક્રમે NMMSની પરીક્ષા વિશે શૈલેષભાઈ સાણજા, NTSE પરીક્ષાનું માર્ગદર્શન ભાવેશભાઈ સંઘાણી, પ્રખરતા શોધ કસોટી અને સામાન્ય પ્રવાહ અલ્પેશભાઈ પૂજારા, જ્ઞાન સાધના અને વિજ્ઞાન પ્રવાહ ચેતનભાઈ ભાગિયાએ PPT સાથે સમજ આપી હતી. અંતમાં દિપેશભાઈ જોશીએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા તથા બી.આર.સી કોર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઢેઢી કૌશિકભાઈ અને ભાવેશભાઇ દેત્રોજાએ હતું