મોરબી નજીક સિરામિક કારખાનામાંથી કેબલ વાયરની ચોરી કરવાના ગુનામાં 4 શાખાની 4.07 લાખના મુદામાલ સાથે ધરપકડ ટંકારા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા રાજકોટના બે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયા સાયબર ફ્રોડ: મોરબીમાં રહેતા વકીલની જાણ બહાર તેના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી ગયા ! મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા ધરણા બાદ ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા તંત્રની પાપા પગલી મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓની હડતાળ: વકીલો અને અરજદારો હેરાન


SHARE







































મોરબી જીલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓની હડતાળ: વકીલો અને અરજદારો હેરાન

રાજ્યભરના લેન્ડ રેકર્ડ વર્ગ-3 અને સીટી સર્વે કચેરીના કર્મચારીઓ હડતાલ ઉપર છે જેમાં મોરબી જિલ્લાના પણ કર્મચારીઓ જોડાયેલ છે જેથી હાલમાં ઓફિસમાં કામગીરી બંધ થઈ ગયેલ છે અને વકીલો અને અરજદારોના દસ્તાવેજ સહિતના કામો ઠપ્પ થઈ ગયેલ છે. અને જો આગામી તા.31 સુધીમાં પડતર પ્રશ્નોનો નિકાલ નહીં કરવામાં આવે તો હવે અચોક્કસ મુદતની હડતાળ કરવાનું કર્મચારીઓએ એલાન કર્યું છે.

ગુજરાત લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો સરકાર દ્વારા નિકાલ કરવામાં આવ્યો નથી જેથી કરીને આજે સોમવાર તા 22થી રાજ્ય ભરની લેન્ડ રેકર્ડ અને સીટી સર્વે કચેરીમાં પેનડાઉન હડતાલ શરૂ કરવામાં આવી છે જે હડતાલ આગામી તા. 31 સુધી ચાલુ રહેવાની છે અને તેમાં મોરબી જિલ્લા સહિત રાજ્યના હજારો કર્મચારીઓ જોડાયેલ છે અને મંડળના આદેશ મુજબ પેનડાઉન હડતાળમાં હાલમાં શરૂ કરવામાં આવી છે જેથી કરીને ઓફિસોમાં કામ બંધ થઈ જતાં હાલમાં મોરબી જીલ્લામાં વકીલો અને અરજદારો સહિતના હેરાન થઈ રહ્યા છે.

વધુમાં માહિતી આપતા સ્થાનિક કર્મચારીઓ જણાવ્યુ હતું કે, ગુજરાત લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા જો સરકાર દ્વારા પેનડાઉન હડતાળ બાદ પણ પડતર પ્રશ્નોનો નિકાલ નહીં કરવામાં આવે તો આગામી તા.1 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આટલું જ નહીં તમામ કર્મચારીઓને હડતાળ દરમિયાન કચેરીનું કામ નહીં કરવા માટે મંડળ દ્વારા આદેશ કરવામાં આવેલ છે.














Latest News