મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

રાજકોટ રેલ્વે ડિવિઝન ના 4 સ્ટેશનોને પ્રાપ્ત થયું ‘ઈટ રાઇટ સ્ટેશન’ સર્ટિફિકેટ


SHARE









રાજકોટ રેલ્વે ડિવિઝન ના 4 સ્ટેશનોને પ્રાપ્ત થયું ‘ઈટ રાઇટ સ્ટેશન’ સર્ટિફિકેટ

રાજકોટ રેલવે ડિવિઝન ના 4 રેલ્વે સ્ટેશનોને હાલમાં જ ફૂડ સેફ્ટી અને અથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા ‘ઇટ રાઇટ સ્ટેશન’ સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે. આ સ્ટેશનોમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને દ્વારકા સામેલ છે.

"ઈટ રાઈટ સ્ટેશન" નું પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર FSSAI એટ્લે કે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડસ અથૉર્ટિ ઑફ ઈન્ડિયા દ્વારા સ્ટેશનોને આપવામાં આવે છે જે સ્વચ્છતા, સાફ-સફાઈના પ્રોટોકોલનું કડક પાલન કરે છે. આ સર્ટીફીકેશન મેળવવું એક લાંબી પ્રક્રિયામાં ઘણા મહત્વના પગલાઓ સામેલ છે જેમ કે મૂડભૂત સ્વચ્છતા જાડવવી, ભોજન વ્યવસ્થાપન માટે વિક્રેતાઓને પ્રશિક્ષણ આપવું, ખોરાક નમૂનો તપાસી અને તેમનો રિપોર્ટ મેળવો, તમામ પ્રક્રિયાઓ ઓડિટ કરવી, જિલ્લા નામિત અધિકારી જેમ કે રાજ્ય સત્તાવાળાઓ સાથે સહયોગ કરી અને FoSTaC (ખાદ્ય સુરક્ષા તાલીમ અને પ્રમાણન) તાલીમ માટે એક સ્વતંત્ર સંસ્થા સાથે સમન્વય કરવું.

ઉપરોક્ત તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ રાજકોટ ડિવિઝન દ્વારા 4 સ્ટેશનો ને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ પ્રમાણન ગુણવત્તા અને સુરક્ષાનું પ્રતીક છે જેનાથી ગ્રાહકો નું વિશ્વાસ વધે છે. આનું પ્રાથમિક લક્ષ્ય ખોરાક સુરક્ષા નિયમો લાગુ કરીને જાહેર આરોગ્યની સુરક્ષા અને સુધારણા કરી અને તે સુનિશ્ચિત કરવું કે તમે જે ખોરાક ખાતા હોવ તે 'સુરક્ષિત અને પૌષ્ટિક' છે.રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વનીકુમારે જણાવ્યું હતું કે, રેલવે તંત્ર મુસાફરોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે રાજકોટ ડિવિઝન ના તમામ સ્ટેશનો પર ભોજનની ગુણવત્તા ની યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે.




Latest News