મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ગેરેજ વાળાએ કાર રિપેરિંગના વધુ રૂપિયા લઈ લેતા વાત કરવા ગયેલ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી


SHARE











મોરબીમાં ગેરેજ વાળાએ કાર રિપેરિંગના વધુ રૂપિયા લઈ લેતા વાત કરવા ગયેલ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના શનાળા ગામ નજીક રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલા ગેરેજમાં યુવાને તેની ગાડીને રિપેરિંગ માટે મૂકી હતી અને ત્યાં તેની પાસેથી બિલ કરતાં વધારે રૂપિયા લઈ લીધા હતા જેથી યુવાન વધારાના રૂપિયા બાબતે વાત કરવા માટે ગયો હતો.ત્યારે ઉશ્કેરાઈ ગયેલા ગેરેજવાળાએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, અને યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. જેથી કરીને યુવાને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.જેના આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા પારસભાઈ ગિરધરભાઈ વાઘેલા જાતે અનુ. જાતિ (25) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આશીર્વાદ મોટર્સ વાળા સારંગભાઈ ગઢવી સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં તેને જણાવ્યુ છે કે, તેણે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર અજંતા પાસે આવેલ સારંગભાઇ ગઢવીના આશીર્વાદ મોટર્સ ખાતે પોતાની ક્રેટા ગાડી નંબર જીજે 36 એજે 2859 રીપેરીંગ માટે આપેલ હતી.જેના બિલ કરતાં વધારે રૂપિયા તેની પાસેથી લઈ લીધા હતા.જે બાબતે ફરિયાદીને જાણ થતા તે ગેરેજે વધારાના રૂપિયા બાબતે વાત કરવા માટે ગયો હતો.ત્યારે સારંગભાઈ ગઢવીએ ફરિયાદી યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરિયાદી યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો.જેથી ભોગ બનેલ યુવાને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા ટાઉનશિપમાં રહેતા ચેતનભાઇ મનસુખભાઈ સીતાપરા (42) અને વનિતાબેન ચેતનભાઇ સીતાપરાને હળવદના સુંદરગઢ ગામ પાસે આવેલ બ્રાહ્મણી ડેમ નજીક વાહન અકસ્માતમાં ઇજાઓ થઈ હતી.જેથી કરીને ઇજા પામેલી હાલતમાં તેઓને અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાંથી પોલીસમાં જાણ કરાતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ મુદ્દે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

સગીર સારવારમાં

મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા અક્ષય બાબુભાઈ પીપળીયા નામના 15 વર્ષના બાળકને ઇજા થતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખરેડા ગામે આવેલા તળાવ પાસેથી તે બાઈકમાં બેસીને જતો હતો.ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં તેને ઈજા થતા સારવાર માટે દવાખાને લવાયો હતો.હાલ આ બાબતે તાલુકા પોલીસ મથકમાં નોંધ થતા સ્ટાફના વિજયભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News