મોરબીના વજેપરમાં ડેલા પાસેથી ચાલવા બાબતે યુવાને છરીના ઘા ઝીકયા
ટંકારા-માળીયામાં ગુજરાત કિશાન સંગઠન દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે સીએમને કરાઇ રજૂઆત
SHARE
ટંકારા-માળીયામાં ગુજરાત કિશાન સંગઠન દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે સીએમને કરાઇ રજૂઆત
હાલમાં ગુજરાતના પોલીસ જવાનોના પગાર સહિતના પ્રશ્નો ઊભા છે ત્યારે પોલીસ જવાનોના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવે તેના માટે મોરબી જીલ્લામાં ટંકારા અને માળીયા ગુજરાત કિશાન સંગઠન દ્વારા કલેકટર મારફત સીએમને આવેદન પાઠવીને પોલીસના પ્રશ્નોને ઉકેલવાની માંગ કરેલ છે
હાલમાં ગુજરાત કિશાન સંગઠન દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં લખ્યું છે કે, ગુજરાતમાં પોલીસ તરીકે ફરજ બજાવતા મોટા ભાગના જવાનો ખેડૂત, મજુર અને પસુપાલાકોના દીકરા તેમજ દીકરોઓ છે અને પોલીસ જવાનો રાજ્યની શાંતિ સલામતી, જનતાના રક્ષણ કાજે ૩૬૫ દિવસ પરિવારની ચિંતા કર્યા વગર ખડેપગે રહે છે. તો પણ પોલીસ જવાનોને યોગ્ય પગાર અને ગ્રેડ પે મળતા નથી અને અન્યાય થતો હોય છે જેથી કરીને પોલીસ જવાનોની પડતર માંગણીઓ ઉકેલવી, પોલીસ જવાનોના ગ્રેડ-પેમાં માંગણી મુજબનો યોગ્ય વધારો કરી આપવો, ફરજ પરના કલાકો ફિક્સ કરવા, પોલીસ જવાનો પણ પોતાના પરિવાર સાથે રહી શકે તે માટે તેમને પુરતી રજાઓ આપવી વિગેરે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા જવાનો અને તેમના પરિવારોના હિતમાં નિર્ણય લેવાઇ તેવી માંગણી કરેલ છે