હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં ડેલા પાસેથી ચાલવા બાબતે યુવાને છરીના ઘા ઝીકયા


SHARE

















મોરબીના વજેપરમાં ડેલા પાસેથી ચાલવા બાબતે યુવાને છરીના ઘા ઝીકયા: ચાર શખ્સો સામે ગુનો નોંધાયો  

મોરબીના શનાળા રોડ ઉપર ઓમ.વી.વી.આઇ.એમ. કોલેજની બહાર આવેલ ખુલ્લા મેદાનમા યુવાનને ડેલા પાસેથી પસાર થવાની વાતનો ખાર રાખીને ચાર શ્ખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને બંને સાથળના ભાગે છરીના ઘા ઝીકયા છે જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી નંબર ૧૪ માં રહેતા દેવકુમાર દિપકભાઇ પંડિત જાતે લુવાણા (ઉ.૨૨)એ હાલમાં આકિબ મીર રહે. વજેપરા, ભુપેન્દ્ર વાધેલા રહે. કાલીકા પ્લોટ, પ્રિયાંશુ ઉર્ફે બાવો રહે. ગ્રીનચોક અને પ્રિયાંશુનો મિત્ર આમ કુલ ચાર શખ્સોએ મોરબીના શનાળા રોડ ઉપર ઓમ.વી.વી.આઇ.એમ. કોલેજની બહાર આવેલ ખુલ્લા મેદાનમા તેને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને પોતાના ઘર તરફ જવા માટે આરોપી આકિબ મીરના ડેલા પાસેથી પસાર થવાનું હોય છે જે તેને સારું નહીં લાગતાં શનાળા રોડે તેને પ્રિયાંશુ અને તેના મિત્રએ પકડી રાખ્યો હતો અને આકિબ મીરે છરી વડે તેને બંને પગના સાથળના ભાગે ગંભીર ઇજાઓ કરી હતી તેમજ ચારેય આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇ.પી.કો કલમ ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 




Latest News