ટંકારા-માળીયામાં ગુજરાત કિશાન સંગઠન દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે સીએમને કરાઇ રજૂઆત
મોરબીમાં કાલથી બે દિવસ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા કેમ્પ યોજાશે
SHARE









મોરબીમાં કાલથી બે દિવસ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા કેમ્પ યોજાશે
મોરબી પોસ્ટ ઓફીસ દ્વારા પાલિકા કચેરીની બાજુમાં આવેલ ટાઉન હોલ ખાતે કાલે તા. ૨૮/૧૦ અને ૨૯/૧૦ ના રોજ બે દિવસ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર નાખવા તેમજ મોબાઇલ નંબર બદલવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં આધાર કાર્ડધારકોને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવાનો હોય અથવા કાર્ડમાં મોબાઈલ નંબર દાખલ કરવાના હોય, તે લોકો માટે મોરબી પોસ્ટ ઓફીસ દ્વારા નગરપાલિકા ટાઉન હોલ ખાતે કાલથી બે દિવસ રોજ સવારે ૧૦થી બપોરે ૨ વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આધાર કાર્ડધારકોએ પોતે આધાર કાર્ડ અને ઓટીપી માટે મોબાઈલ સાથે હાજર રહેવાનું રહેશે અને આ કામગીરીની ફી પેટે કાર્ડ ધારકે રૂપિયા ૫૦ આપવાના રહેશે તેવું મોરબી પોસ્ટ ઓફિસના જવાબદાર અધિકારીએ જણાવ્યુ છે
