મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીના ત્રાસથી કંટાળીને ઘર છોડીને ચાલ્યો ગયેલ યુવાન હેમખેમ મળી આવ્યા પોલીસ-પરિવારને રાહત


SHARE







મોરબીમાં પત્નીના ત્રાસથી કંટાળીને ઘર છોડીને ચાલ્યો ગયેલ યુવાન હેમખેમ મળી આવ્યા પોલીસ-પરિવારને રાહત

વર્તમાન સમયમાં ઘણી વખત આશ્ચર્યજનક કહી શકાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે અને સામાન્ય રીતે પતિ કે સાસરિયાના ત્રાસથી પત્ની ઘર મૂકીને જતી હોય તેવું જોવા અને સાંભળવા મળતું હોય છે. જોકે મોરબી શહેરમાં એક યુવાને તેના પત્નીના ત્રાસથી કંટાળીને ઘરે કોઈને કશું કર્યા વગર નીકળી ગયો હતો. અને તે હેમખેમ મળી આવતા પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધેલ છે.

ઘણી વખત એવું સાંભળવા મળતું હોય છે કે, પતિ અને સાસરિયાના ત્રાસના કારણે પત્ની ઘર છોડીને ચાલી ગઈ અથવા તો અંતિમ પગલું ભર્યું છે. પરંતુ છેલ્લા વર્ષોથી પત્નીના ત્રાસને લગતી પણ ઘટનાઓ સામે આવવા લાગી છે. તેવામાં મોરબીમાં જ થોડાક સમય પહેલા એક પત્નીએ તેના પતિને તેના ઘરમાં માર માર્યો હતો. તે પ્રકારની ઘટના બની હતી. જે બનાવ સંદર્ભે મામલો પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો. તેવામાં હાલમાં મોરબી શહેરની અંદર એક ઘટના એવી બની છે કે, એક યુવાન પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર ચાલ્યો ગયો હતો. જેથી કરીને તેની ગુમસુધા ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાયેલ હતી. અને ગુમ થયેલા યુવાનને શોધવા માટે તેના પરિવારજનો અને પોલીસ દ્વારા કવાયત કરવામાં આવતી હતી. તેવામાં તે યુવાન હેમખેમ પરત મળી આવેલ છે. અને તેણે પોલીસને જણાવ્યા મુજબ તેને પોતાની પત્નીનો ત્રાસ હોવાના કારણે તે કોઈને કશું કહ્યા વગર ચાલ્યો ગયો હતો તેવું જણાવ્યું હતું. જે અંગેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના સનાળા રોડ ઉપર જીઆઇડીસીની સામેના ભાગમાં આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો તુષાર ઠાકરશીભાઈ અઘારા (35) નામનો યુવાન મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર સનાળા ગામથી આગળ બની રહેલ મેડિકલ કોલેજ સામેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે બાઈકને બ્રેક લગાવતા અચાનક બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી યુવાનને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે.પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News