મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

લાલબતી: મોરબીમાં મોજશોખ પૂરા કરવા રૂપિયા ન મળતા યુવાને આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું


SHARE







લાલબતી: મોરબીમાં મોજશોખ પૂરા કરવા રૂપિયા ન મળતા યુવાને આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું

મોરબી સહિત ગુજરાત માટે લાલબતી સમાન કહી શકાય તેવો કિસ્સો હાલમાં મોરબીમાં સામે આવ્યો છે. જેમાં યુવાનને પોતાના મોજશોખ પૂરા કરવા માટે થઈને રૂપિયા જોઈતા હતા અને અવારનવાર તે રૂપિયા માટે થઈને તેના પરિવારજનોને ડરાવતો અને ધમકાવતો હતો દરમિયાન પૈસા માટે તે પોતાના ઘરેથી ઝઘડો કરીને નીકળ્યા બાદ તેણે મોરબી નજીકના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છુ-3 ડેમમાંથી આનંદ નરભેરામભાઈ આદ્રોજા જાતે પટેલ (34) રહે. કંડલા બાયપાસ રોડ સત્કાર પાર્ટી પ્લોટની સામે અંજલી એપાર્ટમેન્ટ વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગેની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ બનાવ અંગેની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મૃતક યુવાનને મોજ શોખ પૂરા કરવા માટે રૂપિયાની જરૂર હોય તે અવારનવાર તેની માતા અને પત્ની પાસે રૂપિયાની માંગણી કરતો હતો. અને ડરાવતો તેમજ ધમકાવતો હતો અને તેવી જ રીતે તેણે પૈસા માટે ઘરે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ તે ઘરેથી નીકળી ગયો હતો અને બાદમાં તેનો મૃતદેહ મોરબી નજીકના મચ્છુ-3 ડેમના પાણીમાંથી મળી આવ્યો હતો. જેથી મોજ શોખ પૂરા કરવા માટે રૂપિયા ન મળતા યુવાને અંતિમ પગલું ભર્યું હોવાનું તેના પરિવારજન પાસેથી પોલીસને જાણવા મળેલ છે. જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિજયનગરમાં રહેતા સવિતાબેન છગનભાઈ ઝાલરીયા (80) નામના વૃદ્ધા વિજયનગરમાં આવેલ શારદા વિદ્યાલય નજીકથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને વૃદ્ધા રસ્તા ઉપર નીચે પટકાતા તેઓને શરીરે ઇજા થઇ હોવાથી ઇજા પામેલ વૃદ્ધાને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News