મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે પીએસસી દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ , ચિકનગુનિયા, ચંદીપુરા જેવા રોગો અટકાયતી ઝુંબેશ


SHARE







વાંકાનેરના સિંધાવદર ગામે પીએસસી દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ , ચિકનગુનિયા, ચંદીપુરા જેવા રોગો અટકાયતી ઝુંબેશ

સિંધાવદર પીએસસીના કુલ ફિલ્ડ સ્ટાફ 6 MPHW ભાઈઓ, 6 FHW બહેનો, 6 CHO અને 26 આશા બહેનો મળીને 44 પેરમેડીકલ સ્ટાફ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસિયા તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર વલીભાઈ માથકીયાની સૂચનાથી ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો અટકાવવા સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મેડિકલ ઓફિસર ભાવિકા ચંદારાણા અને સુપરવાઇઝર એચ.એમ.મકવાણાના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી ઘરે ઘરે જઈ તાવના કેસ શોધી સારવાર આપવી, મચ્છરના પોરા(લાર્વા)નાશક દવા નાખવી, નકામા પાણીના પત્રોનો નિકાલ, પત્રિકા વિતરણ, પાણીના ખાડા ખાબોચિયામાં બળેલું ઓઇલ અને BTI દવાઓનો છટકાવ કર્યો છે. હાલમાં બાળકોમાં જોવા મળતો ચાંદીપુરા વાયરસજન્ય રોગના ફેલાવા બાબતે લેવાની કાળજી, ગામમાં જંતુનાશક ડસ્ટીંગ કામગીરી, તેમજ ગ્રામજનોને આ રોગ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના માટે ક્લોરિનેશન ટેસ્ટિંગ કામગીરી કરવામાં આવી રહી છે. પાણીમાં નાખવાની ક્લોરિન ગોળીનું ઘરે ઘરે વિતરણ, પાણીને ઉકાળીને પીવું, કંઈ ઇમરજન્સીમાં તત્કાલ ક્યાં દાખલ થવું વગેરે બાબતો અંગેની આરોગ્ય શિક્ષણ આપીને ચોમાસામાં ફેલાતા રોગચાળા અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે.




Latest News