મોરબીની માણેક સોસાયટીમાં બંધ મકાનના તાળાં તોડીને 70 હજારની ચોરી મોરબીમાં શ્રદ્ધા સોસાયટી પાસે જાળી જાખરામાંથી દારૂની 24 બોટલ સાથે એક પકડાયો મોરબીમાં ઉછીના લીધેલ રૂપિયા પાછા ન આપનારા યુવાનને ઓફિસે બોલાવીને ત્રણ શખ્સો દ્વારા ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં જીટીપીએલના સંચાલકની ઓફિસ કેબલ ઓપરેટરે સળગાવી: બે સામે ફરિયાદ મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીની બોઈઝ હાઈસ્કૂલમાં લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની બોઈઝ હાઈસ્કૂલમાં લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો

મોરબીની શ્રી રસિકલાલ શેઠ બોઈઝ હાઈસ્કૂલ ખાતે લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત તમાકુ નિષેધ તેમજ વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન સેમિનાર ઉપરાંત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કુલ ૧૨૭ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, તેમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિજેતા સ્પર્ધકોને મુખ્ય ઈનામો તેમજ દરેક સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામો અર્બન હેલ્થ સેન્ટર તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે મેડિકલ ઓફીસર ડો.હિરેન વાસદડિયા, એમ.પી.એચ.એસ. સવસેટા કાનજી, એમ.પી.એચ.ડબલ્યુ. નરેશ ભડાણિયા તથા મહેશ સોલંકી અને એફએચડબલ્યુ  સબીસતા માથકિયા સહિત ના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે વિદ્યાર્થીઓને તમાકુ નિષેધ તેમજ તમાકુ ની જીવલેણ અસરો ઉપરાંત વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.






Latest News