માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં બે મહિલા આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE











મોરબીમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં બે મહિલા આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીના રામકૃષ્ણનગરમાં સગીરાનું અપહરણ કરનારા આરોપીના ઘરને સગીરાના પરિવારજનોએ સળગાવી નાખ્યું હતું જેની ફરિયાદ આધરે પકડાયેલ આરોપી પૈકીનાં બે મહિલા આરોપીની જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને બે મહિલા આરોપીઓના જામીન કોર્ટે મંજૂર કર્યા છે

મોરબી બી સિવિઝ્ન પોલીસ સ્ટેશનમાં ફરીયાદીની એવી ફરીયાદ હતી કે, આરોપીની સગીર વયની દીકરીને આ કામના ફરીયાદીનો દીકરો ભગાડી ગયેલ હતો અને તેઓ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયેલ હતા જેથી આ બાબતનો ખાર રાખીને બંને અરોપીઓએ ફરીયાદીના ઘરે આવીને ત્યાં આગ લગાડી દીધેલ હતી. જેમાં ફરીયાદીના ધરનો સામાન સળગી ગયેલ છે અને નુકશાની થયેલ છે. જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવામાં કરી હતી.

જે બે મહિલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા તેના વકીલ દીલીપ આર. અગેચાણીયા મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં તેને દલીલ કરી હતી કે, આરોપી તદન નીર્દોષ છે. આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે. ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીઓને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જુદાજુદા ચુકાદાઓ રજૂ કર્યા હતા તેને ધ્યાને બંને આરોપીઓને ૪૦,૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના વકીલ દીલીપ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, રવી ચાવડા, કુલદિપ ઝીંઝુવાડીયા, ઉષા બાબરીયા, ક્રિષ્ના જારીયા રોકાયેલા હતા.




Latest News