મોરબીમાં 11 વર્ષે પણ આવાસ યોજનાનુ કામ ન કરવી શકે તેવા બેદરકાર અધિકારી પદાઅધિકારી સામે પગલાં લેવા જોઈએ: શક્તિસિંહ ગોહિલ
SHARE







મોરબીમાં 11 વર્ષે પણ આવાસ યોજનાનુ કામ ન કરવી શકે તેવા બેદરકાર અધિકારી પદાઅધિકારી સામે પગલાં લેવા જોઈએ: શક્તિસિંહ ગોહિલ
મોરબીમાં વર્ષ 2013માં મુખ્યમંત્રી આવાસ યોજના ના 1008 મકાન બનાવવા માટેનું વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો જે પૈકીના 608 મકાનો આજની તારીખે પણ બનાવવામાં આવ્યા નથી જેથી કરીને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સ્થળ વિઝીટ કરી હતી અને દસ વર્ષ કરતાં વધુ સમય વીતી જવા છતાં પણ આવાસના કામ પૂરા થતા નથી ત્યારે બેદરકાર અધિકારી અને પદાઅધિકારી સામે કાર્યવાહી કરવી જોઈએ અને વહેલી તકે કામ પૂરું કરી લોકોને ઘરના ઘર સોંપવા જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.
મોરબી સહિત ગુજરાતના શહેરની વિસ્તારને સલામ ફ્રી કરવા માટે ગામોગામ મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા આવી રહ્યા છે દરમ્યાન મોરબીમાં ૩૩ કરોડથી વધુના ખર્ચે મુખ્યમંત્રી આવસ યોજનાના 1008 મકાન બનાવવાની કામગીરી અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીને વર્ષ 2013 ના ડીસેમ્બર મહિનાથી સોપવામાં આવી હતી અને માત્ર એક જ વર્ષમાં આ તમામ કવાર્ટર તૈયાર કરી દેવાના હતા જેનો વર્ક ઓર્ડરમાં પણ ઉલેખ કરવામાં આવ્યો છે જો કે, આ 1008 પૈકીના માત્ર 400 કવાર્ટર લીલાપર રોડ ઉપર સર્વે નંબર 1116 માં બનાવવામાં આવ્યા છે જો કે, બાયપાસ ઉપર સર્વે નંબર 1415 માં મુખ્યમંત્રી આવસ યોજનાના કુલ મળીને 608 કવાર્ટર બનાવવાના હતા તેની કામગીરી આજની તારીખે પણ પૂરી કરવામાં આવી નથી. દરમ્યાન કેમ કામગીરી ધીમીગતિએ કરવામાં આવી રહી છે તેને લઈને પાલિકાના કોંગી આગેવાનો દ્વારા કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા તો પણ આજ સુધી પુરુ થયેલ નથી.
તેવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સ્થળ વિઝીટ કરી હતી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, માજી ધારાસભ્ય લલિતભાઈ કાગથરા અને મહમદજાવિદ પીરજાદા, શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ વિજયભાઈ કોટડીયા, જિલ્લા પંચાયત માજી સભ્ય અમુભાઈ હુંબલ, હરદેવસિંહ જાડેજા સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા. અને દસ વર્ષ કરતાં વધુ સમય વીતી જવા છતાં પણ આવાસનું કામ પૂરા થયુ નથી ત્યારે બેદરકાર અધિકારી અને પદાઅધિકારી સામે કાર્યવાહી કરવી જોઈએ અને વહેલી તકે કામ પૂરું કરી લોકોને ઘરના ઘર સોંપવા જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.
