મોરબીમાં વર્ષો જૂના ભાડુંઆતે વૈષ્ણવ હવેલીને મિલકત પછી સોપી દીધી
SHARE







મોરબીમાં વર્ષો જૂના ભાડુંઆતે વૈષ્ણવ હવેલીને મિલકત પછી સોપી દીધી
મોરબીમાં વર્ષો જુના રહેવાસી અને ખોડીયાર મઢૂલી પરીવારના નામ થી જેમની ઓળખ છે તેવા અનિલકુમાર ધીરજલાલ કારીયાને પોતાના ધંધાકીય ઉપયોગ માટે વર્ષો પહેલાં બજારલાઈન (સોની બજાર) લાલબંબા શેરી પાસે મોરબી સાત સ્વરુપ વૈષ્ણવ હવેલીની માલિકીનું ગોડાઉન ભાડે રાખેલ અને આશરે ૫૦ વર્ષથી નિયમિત ભાડુ ચુકવી રહ્યા હતા ત્યારે અનિલભાઈ કારીયા પોતે છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષથી ધંધામા નિવૃત થાય અને આજે પોતે તેમના પરીવારને કીધું કે આપણું આ ગોડાઉનના મુળ માલીક સાત સ્વરુપ વૈષ્ણવ હવેલીનું છે અને આપણે આટલા વર્ષોથી ત્યાં ધંધો કરી સુખી થયા છીએ અને હવે ઠાકોરજીની ખુબ કૃપા છે તો આપણે આ મિલ્કત એકપણ રૂપિયો લીધા વિના કે કોઈપણ જાતની વિનાશરતે આપણે હવેલીને પાછી સોંપી દેવી છે. ત્યારે પરીવારનાં સ્ભયોએ ખુબ રાજી થઆઇને મિલ્કતનાં ભાડુઆતે હવેલીએ સામેથી જઈને મુખ્યાજીને કીધું કે લ્યો આ ચાવી ઠાકોરજીને અર્પણ કરું છું. આ તકે હવેલીનાં મુખ્યાજી, ટ્રસ્ટી અને સમગ્ર વૈષ્ણવ સમાજના લોકોએ અનિલકુમાર ધીરજલાલ કારીયા અને ખોડીયાર મઢુલી પરીવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
