મોરબીમાં અસહાય વૃધ્ધ મહિલાને વૃધ્ધાશ્રમ ખાતે પહોંચાડતી સી-ટીમ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ટીચર ટ્રેનિંગ સેમિનાર યોજાયો મોરબીમાં થેલેસેમીયાગ્રસ્ત સ્વર્ગસ્થ પુત્રની યાદને પિતા દ્વારા યોજાયેલ કેમ્પમાં 76 લોકોએ કર્યું રક્તદાન વાંકાનેરના કણકોટ ગામે ગેરકાયદે ખનીજ ચોરી કરતા શખ્સો ઉપર એલસીબીની રેડ: 55 લાખની મુદ્દામાલ કબજે મોરબીના મોટીવાવડી ગામે વાડીની ઓરડીમાંથી 2016 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જીલ્લામાં વસ્તી ગણતરીના કામમાંથી સરકારી શાળાના શિક્ષકોને મુક્તિ આપવા આપની માંગ મોરબીમાં દેશી-વિદેશી દારૂની જુદીજુદી 4 રેડ રાજકોટના વૃદ્ધે બીમારીથી કંટાળીને વાંકાનેરમાં કૌટુંબિક ભાઈના ઘરે ઝેરી દવા પી લેતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

ગુજરાતમાં વરસાદી પાણીના લીધે ખેડૂતો, વેપારીઓ અને નાગરિકોને થયેલ નુકસાનનો મુદ્દો કાલે દેશની સંસદમાં શક્તિસિંહ ગોહિલ ઉઠાવશે


SHARE











ગુજરાતમાં વરસાદી પાણીના લીધે ખેડૂતો, વેપારીઓ અને નાગરિકોને થયેલ નુકસાનનો મુદ્દો કાલે દેશની સંસદમાં શક્તિસિંહ ગોહિલ ઉઠાવશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આજે મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે મોરબીના સર્કિટ હાઉસ ખાતે તેણે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓની સાથે બેઠક યોજતી હતી. ત્યારબાદ પત્રકાર અને સંબોધતા તેમને જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ચોમાસામાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર વરસાદી પાણીના કારણે ખેડૂતો, વેપારીઓ અને આમ નાગરિકોને નુકસાન થયું છે. અને કેટલીક જગ્યાએ લોકોના અવસાન પણ થયા છે. અને ભાજપના શાસનમાં ઘોર બેદરકારીને કારણે દર વર્ષે નુકશાન થાય છે ત્યારે આ મુદ્દાને આવતીકાલે સોમવારે તેઓ દેશની સંસદમાં આ મુદ્દાને ઉઠાવવાના છે

મોરબી શહેરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની બેઠક યોજાઇ હતી. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, માજી ધારાસભ્ય લલિતભાઈ કાગથરા અને મહમદજાવિદ પીરજાદા સહિતના હાજર રહ્યા હતા. અને ત્યારબાદ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર પડેલા વરસાદના કારણે ખેડૂતો, વેપારીઓ અને આમ નાગરિકો હેરાન છે. ત્યારે લોકોના આ મુદ્દાને આવતીકાલે સોમવારે તેઓ સંસદમાં ઉઠાવવાના છે.

વધુમાં તેઓએ કહ્યું હતું કે, એક વર્ષ પહેલાં જે વિસ્તારોની અંદર ભારે વરસાદના કારણે તારાજી થઈ હતી તે જ વિસ્તારોમાં ફરી પાછી આ વર્ષે વરસાદ થવાના કારણે તારાજી થઈ છે. અને લોકોના અવસાન પણ થયા છે ત્યારે આ ગંભીર પ્રકારની સરકારની બેદરકારીને તેઓ દેશની સાંસદમાં કાલે ઉજાગર કરવાના છે. અને દર વર્ષે વરસાદના કારણે નુકસાન થાય છે તેનો કાયમી ઉકેલ લાવવો જોઈએ તેવી પણ તેઓ માંગ કરશે. હાલમાં કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થઈ ચૂક્યું છે તેને તેઓએ ખુરશી બચાવો બજેટ ગણાવ્યું છે.

હાલમાં કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું છે. તેના ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આ બજેટ ખુરશી બચાવો બજેટ છે. જો પુર રાહત માટે થઈને બિહારમાં કરોડો રૂપિયાની ફાળવણી થઈ શકતી હોય અને આંધ્રપ્રદેશમાં ખાસ પેકેજ જાહેર કરવામાં આવે છે. તો ગુજરાતમાં દર વર્ષે પૂરના કારણે વેપારીઓ આમ નાગરિક ખેડૂતોને નુકસાન થાય છે પરંતુ એક રૂપિયાનું બજેટ કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં આપેલ નથી અને સમગ્ર ગુજરાતમાં જ્યાં વરસાદી પાણીના નિકાલ હોય ત્યાં ભાજપના મળતીયાઓ દ્વારા દબાણ કરીને પાણીના રસ્તા બંધ કરવામાં આવ્યા છે.

ગુજરાતનાં ભાજપની અણાઆવડતના કારણે લોકોને ચોમાસામાં વારંવાર મુશ્કેલીનો સામનો કરે છે ત્યારે તેનો કાયમી નિકાલ કેમ કરવામાં આવતો નથી તે પણ તપાસનો વિષય છે. અંતમાં તેમને જણાવ્યું હતું કે કોંગ્રેસના સેવાદળ દ્વારા ગુજરાતમાં બનેલ દુર્ઘટના બનેલ છે તેના ભોગ બનેલા પરિવારોને ન્યાય માટે જે ન્યાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં રાહુલ ગાંધી સમગ્ર ન્યાય યાત્રા દરમિયાન હાજર રહી શકે નહીં કારણ કે તેમની પાસે દેશના વિપક્ષના નેતા તરીકે મહત્વની જવાબદારી છે જો કે, આ યાત્રામાં રાષ્ટ્રીય નેતા હાજર રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.






Latest News