મોરબીમાં વર્ષો જૂના ભાડુંઆતે વૈષ્ણવ હવેલીને મિલકત પછી સોપી દીધી
મોરબીમાંથી ગુમ થયેલા ટ્રાન્સપોર્ટરની રૂપિયા પાછા ન આપવા પડે તે માટે હત્યા કરી હોવાની આરોપીની રિમાન્ડ દરમ્યાન કબૂલાત
SHARE

મોરબીમાંથી ગુમ થયેલા ટ્રાન્સપોર્ટરને રૂપિયા પાછા ન આપવા પડે તે માટે હત્યા કરી હોવાની આરોપીની રિમાન્ડ દરમ્યાન કબૂલાત
મોરબીમાંથી ટ્રાન્સપોર્ટર એક મહિના કરતાં વધુ સમયથી ગુમ હતો જેથી તેના ભાઈએ એક શખ્સની સામે અપહરણની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ હતી અને તેના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા જેની પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે આરોપીએ ગુમ થયેલા યુવાનની હત્યા કરી નાખી હોવાની પોલીસને કબૂલાત આપેલ છે જેથી પોલીસે આરોપીએ આપેલ માહિતી મુજબ માણેકવાડા ગામ નજીક ખાડો ખોદીને દાટી દીધેલ ટ્રાન્સપોર્ટરની લાશને કબ્જે કરી છે અને લાશ કોહવાય ગયેલ છે જેથી તેને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે મોકલાવવામાં આવશે.
હળવદની આસોપાલવ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ રમેશભાઈ કૈલા જાતે પટેલ (40)એ જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયા રહે. હાલ મોરબી વાળાની સામે તેના નાના ભાઈ જીતેન્દ્રભાઈ રમેશભાઈ કૈલા (34) રહે. આસોપાલવ સોસાયટી હળવદ વાળાના અપહરણની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતુ. કે તેના ભાઈને મોરબીના ટિંબડી નજીક જે.આર. રોડલાઇન્સ નામથી ટ્રાન્સપોર્ટ હતો અને તે ગત તા. 20/6/24 ના બપોરના 2:00 વાગ્યાના અરસામાં મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ સતનામ કોમ્પલેક્ષમાં આરોપીની ઓફીસે તેને ઉછીના આપેલા આઠ લાખ રૂપિયા લેવા માટે ગયો હતો અને ત્યાર બાદ ફરિયાદીના ભાઈના પત્નીના મોબાઈલ ફોન ઉપર ફોન આવ્યો હતો અને ત્યાર પછીથી ફરિયાદીનો ભાઈ ગુમ થઈ ગયેલ છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યુ છે કે, જીતેન્દ્ર ગજીયાએ તેના ભાઈ જીતેન્દ્રભાઇ કૈલા પાસથી ધીરાણ ભરવા માટે આઠ લાખ રૂપિયા લીધેલ હતા અને ત્યાર બાદ જમીન લેવા માટે સોદાખત કરવાનુ કહી દસ લાખ રૂપિયા લીધેલ હતા અને આરોપીએ ફરિયાદીના ભાઈને ખોટુ સોદાખત બનાવીને તેની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ ગુનામાં પોલીસે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ આયદાનભાઇ ગજીયા જાતે બોરિચા (37) રહે. ભક્તિનગર-1 રવાભાઇ ખાદાના મકાનમાં નાની વાવડી રોડ કબીર આશ્રમ પાસે મોરબી મૂળ રહે. ખાખરાળા વાળાની ધરપકડ કરેલ હતી. અને તે આરોપી હાલમાં પોલીસ રિમાન્ડમાં હતો ત્યારે તેને ગુમ થયેલા જીતેન્દ્ર કૈલાની હતી કરી હોવાની કબૂલાત આપેલ હતી.
વધુમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા પાસેથી મળી રહેલ માહિતી મુજબ આરોપીની ઓફિસે જીતેન્દ્ર કૈલા તેના રૂપિયા લેવા માટે ગયો હતો ત્યારે તેની આરોપીના કહેવા મુજબ ગળાટૂંપો આપીને હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ કોથળામાં લાશ મૂકીને તેની પોતાની જ ગાડીમાં તે લાશને મોરબી તાલુકાનાં માણેકવાડા ગામે લઈ જઈને જમીનમાં ખાડો ખોદીને લાશને દાટી દીધી હતી જો કે, આરોપીએ જે સ્થળે લાશ દાટી હોવાનું કહ્યું હતું
જેથી અધિકારીઓને સાથે રાખીને પોલીસ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી કોહવાય ગયેલ હાલતમાં લાશ મળી આવી છે જેથી કરીને લાશને હાલમાં પીએમ માટે મોરબી સિવિલે લઈને આવ્યા છે જો કે,મોતનું ચોક્કસ કારણ જાણવા માટે લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની હોસ્પિટલે લઈ જવામાં આવશે અને વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ આ આરોપીએ અગાઉ જેતપુરમાં ડોક્ટરના દીકરાની હત્યા કરી હતી ત્યારે તેની ઉમર 19 વર્ષની હતી અને તે ગુનામાં આરોપીને સજા પડી હતી જેથી 12 વર્ષ જેલમાં રહીને તે બહાર આવેલ છે અને હાલમાં પણ તેને ટ્રાન્સપોર્ટરની હત્યા કરેલ છે.