મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી સમજણ સાથેનું જ્ઞાન દરેક દિકરા અને દિકરીને મળે તેના માટે પ્રાથર્ના: શક્તિસિંહ ગોહિલ


SHARE













માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી સમજણ સાથેનું જ્ઞાન દરેક દિકરા અને દિકરીને મળે તેના માટે પ્રાથર્ના: શક્તિસિંહ ગોહિલ

મોરબીમાં દર વર્ષે મોરબી જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આજે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલા કેશવ બેન્કવેટ હોલ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા અધ્યક્ષ સ્થાને રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી સમજણ સાથેનું જ્ઞાન દરેક દિકરા અને દિકરીને મળે તેના માટે પ્રાથર્ના કરેલ છે.

મોરબી જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધો. ૫ થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓવિવિધ ક્ષેત્રે ગૌરવ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહીલ હાજર રહેશે તે ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાપ્રદ્યુમનસિંહરિવાબા જાડેજા તેમજ માજી મંત્રી હકુભા જાડેજામોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ એન. જાડેજા સહિતના રાજપૂત સમાજના રાજકીય-સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

ત્યાર બાદ ધારાસભ્યો અને રાજ્ય સભાના સાંસદ દ્વારા પ્રસંગોચિત પ્રવચન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના અધ્યક્ષ રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યુ હતુ કે માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહી પરંતુ સમજણ સાથેનું જ્ઞાન સમાજના દરેક દિકરા અને દિકરીને મળે તેના માટે માતાજીને પ્રાથર્ના કરેલ છે. તેમજ આ તકે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા આંદોલન હતું ત્યારે લોકો એકત્રિત થયા હતા અને તે વખતે સમાજની એકતા અને સયંમ જે સમાજના લોકોએ બતાવ્યો હતો તેને પણ યાદ કર્યો હતો. 




Latest News