મોરબી નગરપાલિકા પ્રજાના ટેક્ષના પૈસાનો ગેરઉપયોગ કરતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
મોરબી જીલ્લા સરકારી હાઇસ્કુલ સંઘ આયોજીત શૈક્ષણિક અધિવેશનનું આયોજન
SHARE









મોરબી જીલ્લા સરકારી હાઇસ્કુલ સંઘ આયોજીત શૈક્ષણિક અધિવેશનનું આયોજન
મોરબી જિલ્લા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી દ્વારા પ્રેરિત જિલ્લા કક્ષાનું શૈક્ષણિક અધિવેશનનું આયોજન અભિનવ સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું આ અધિવેશનમાં મોરબી જિલ્લાના સરકારી હાઈસ્કૂલના શિક્ષકો હાજર રહ્યાં હતા.તેમજ અતિથિઓ તરીકે શિક્ષણવિદ અને હાસ્યલેખક એવા ડૉ.અમૃતલાલ કાંજીયા, વી.સી.હાઇસ્કુલના પૂર્વ આચાર્ય એવા રમેશ મેરજા, મોરબી જિલ્લા સંઘ પ્રમુખ મેહુલ દેથરીયા, મહામંત્રી મોરબી જિલ્લા સંઘ દર્શન પટેલ, વર્ગ 2 અધિકારી એવા અલ્પેશભાઈ પરમાર, વર્ગ 2 અધિકારી પાડલિયાભાઈ તેમજ અભિનવ સ્કૂલના સંચાલક મનોજ ઓગણજા હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થનાથી થઈ હતી. ડૉ. અમૃતલાલ કાંજીયાએ ખૂબ જ રમુજ સાથે હળવી શૈલીમાં શિક્ષક-વિદ્યાર્થી-શાળાનાં પરસ્પર સંબંધો કેવા હોવા જોઈએ એ બાબતે વક્તવ્ય આપ્યું અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા અને વહીવટી કુશળ એવા વી.સી.હાઇસ્કૂલના પૂર્વ આચાર્ય રમેશ મેરજા સાહેબ દ્વારા શિક્ષકો સાથે વહીવટી પ્રશ્નોત્તરી કરવામાં આવી તેમજ શિક્ષણ સેવા વર્ગ-૨ એવા પાડલિયાભાઈએ ખુબ જ સરસ રીતે શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ વિશે વક્તવ્ય આપ્યું, અભિનવ શાળા સંચાલક એવા મનોજ દ્વારા ભવિષ્યમાં સરકારી શિક્ષક સંઘને એમનાથી સકય હોય એવી તમામ મદદ કરવાની બાંહેધરી આપી હતી. અને મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ.મોતા દ્વારા ઓડિયો સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમના અંતે પર્યાવરણ પ્રત્યે આપણી ફરજ સમજીને રોપા વિતરણ કરવામાં આવ્યા અને દરેક શિક્ષક દ્વારા એક વૃક્ષ ઉછેરવાની જવાબદારી લેવામાં આવી હતી. અને અંતમાં મોરબી જિલ્લા સંઘના પ્રમુખ એવા મેહુલ દેથરીયા દ્વારા કાર્યક્રમમાં હાજર તમામ શિક્ષકો તેમજ મંચસ્થ મહેમાનોનો આભાર વ્યકત કરાવામાં આવ્યો હતો.
