હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં બાળ નાટ્ય-બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે


SHARE

















મોરબીમાં બાળ નાટ્ય-બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત  તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં મોરબી જિલ્લાના ૬ થી ૧૪ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. એક કૃતિમાં ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં ૧૬ સ્પર્ધકો ઉપરોક્ત કૃતિમાં ભાગ લઈ શકશે.આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને તા.૫-૮-૨૪ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં.૨૩૬/૨૫૭, ૨જો માળ ,તાલુકા સેવા સદન, લાલબાગ,મોરબી-૨ ૩૬૩૬૪૨ ખાતે જમાં કરવાના રહેશે. તા.૫-૮-૨૪ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.




Latest News