હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળીયા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી.ની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી તૈયાર


SHARE

















માળીયા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી.ની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી તૈયાર

મોરબી જિલ્લામાં માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે કામચલાઉ મતદાર યાદી માટે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

 આ કાર્યક્રમ અનુસાર તા. ૨૯/૦૭/૨૦૨૪ના રોજ ચૂંટણી સત્તાધિકારી અને હળવદ પ્રાંત અધિકારીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળી)ની કચેરી તેમજ માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ખાતે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. તા.૦૭/૦૮/૨૦૨૪ સુધીમાં ચૂંટણી સત્તાધિકારી અને હળવદ પ્રાંત અધિકારીની કચેરી ખાતે દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે તેમજ હળવદ પ્રાંત અધિકારીની કચેરી દ્વારા તારીખ ૧૨/૦૮/૨૦૨૪ સુધીમાં આ દાવા-વાંધાઓનો નિકાલ કરવામાં આવશે.તારીખ ૧૪-૮-૨૪ ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ચૂંટણી સત્તાધિકારી અને હળવદ પ્રાંત અધિકારીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રારની કચેરી તેમજ માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ખાતે કરવામાં આવશે તેવું ચૂંટણી સત્તાધિકારી અને હળવદ પ્રાંત અધિકારીની ધાર્મિક ડોબરીયાની યાદીમાં જણાવ્યુ છે.




Latest News