મોરબીમાં 11 વર્ષે પણ આવાસનું કામ પૂરું ન કરનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ-પાલિકાના જે તે સમયના બેદરકાર અધિકારી-પદાધિકારીને સસ્પેન્ડ કરો: કિશોરભાઇ ચિખલિયા
SHARE









મોરબીમાં 11 વર્ષે પણ આવાસનું કામ પૂરું ન કરનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ-પાલિકાના જે તે સમયના બેદરકાર અધિકારી-પદાધિકારીને સસ્પેન્ડ કરો: કિશોરભાઇ ચિખલિયા
મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના કામની મુદ્દતમાં વારંવાર વધારો આપવામાં આવ્યો છે જેથી કરીને આજે 11 વર્ષ પછી પણ તે કામ પૂરું થયેલ નથી જેથી કરીને બે દિવસ પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા આ અધૂરા બનેલા મકાનોની મુલાકાત લેવામાં આવી હતી ત્યાર બાદ આ કામને 11 વર્ષ સુધી પૂરું ન થવા દેનારા તમામ પાલિકાના જવાબદાર અધિકારી અને જે તે સમયના પદાધિકારીઓની સામે ફરજમાં બેદરકારીનો ગુનો દાખલ કરવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે હાલમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે. તેમાં જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર દ્વારા મધ્યમ વર્ગના અને ગરીબ પરિવારોને ઘર મળે તે માટે થઈને ગામો ગામ મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવી રહ્યા છે તેવી જ રીતે મોરબી નગરપાલિકા વિસ્તારમાં વર્ષ 2013 માં 1008 બનાવવા માટે થઈને અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીને કામ આપવામાં આવ્યું હતું.
ત્યાર બાદ મોરબીના લીલાપર રોડ ઉપર જે તે સમયે 400 મકાન બનાવવામાં આવ્યા છે જેમાંથી પણ આજની તારીખે મોટાભાગના મકાનો ખાલી પડ્યા છે !! અને બાકીના 608 મકાન મોરબીના બાયપાસ રોડ ઉપર સર્વે નંબર 1415 માં બનાવવા માટેનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જોકે વર્ષ 2013માં 11 મહિનાની મુદત સાથે જે મકાન બનાવવા માટેના કામનો વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો તે કામ આજે વર્ષ 2024 સુધી પૂરું કરવામાં આવેલ નથી અને મકાન બનાવવામાં આવેલ નથી.
આ બેદરકાર કોન્ટ્રાક્ટરની સામે આકરા પગલાં લઈને તેને બ્લેકલિસ્ટ કરવાના બદલે મોરબી નગરપાલિકાના જે તે સમયના અધિકારી અને પદાધિકારીઓ દ્વારા વારંવાર કોન્ટ્રાક્ટરને મુદત વધારો આપવામાં આવ્યો છે. જેના કારણે આ મકાનનું કામ પૂર્ણ થયેલ નથી. અને લોકોને તેમના ઘર મળ્યા નથી ત્યારે 11 વર્ષથી પોતાની ફરજમાં બેદરકારી રાખનારા મોરબી પાલિકાના જે તે સમયના અધિકારી અને પદાધિકારી સામે ફરજમાં બેદરકારીનો રાજકોટ મહાનગરપાલિકામાં જે રીતે અધિકારીઓ સામે ગુનો દાખલ થયો તેવો જ ગુનો દાખલ કરીને સમગ્ર ગુજરાતની અંદર નમૂના રૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
અત્રે ઉલેખનીય છેકે, બે દિવસ પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા આ અધૂરા બનેલા મકાનોની મુલાકાત લેવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસનાં જિલ્લાના બે માજી ધારાસભ્યો, મોરબી જિલ્લા, શહેર અને તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને આ મકાનોની અવદશા જોઈને ગતિશીલ અને વિકસશીલ ગુજરાતણ સરકાર સામે ભય મુક્ત ભ્રષ્ટાચારનો આ નમૂનો હોવાનો કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ ગંભરી આક્ષેપ કર્યો હતો. તો પણ સરકાર દ્વારા આ બેદરકારી માટે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી.
