ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીના ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી ટંકારાના નેકનામ ગામે વાડી પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના ઓળાટા ગામેથી યુવતીનું અપહરણ કરનાર ભાજપના આગેવાનને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા ધારાસભ્યએ કરી ભલામણ


SHARE

















ટંકારાના ઓળાટા ગામેથી યુવતીનું અપહરણ કરનાર ભાજપના આગેવાનને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા ધારાસભ્યએ કરી ભલામણ

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામમાંથી ભાજપનો આગેવાન ગામની યુવતીને ભાગડી ગયેલ છે અને દીકરી કયા છે તેનો હજુ સુધી કોઈ પત્તો લાગેલ નથી જેથી ગામના લોકો આક્રોશ સાથે ટંકારાના ધારાસભ્ય પાસે આવ્યા હતા ત્યાર બાદ ધારાસભ્યએ આ ભાજપના આગેવાનને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખને ભલામણ કરેલ છે.

ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા પરિવારની દીકરીને તે જ ગામમાં રહેતો ભાજપનો આગેવાન બેચર ઘોડાસરા ભગાડી ગયેલ છે તો પણ તે પરિવારની ફરિયાદ લેવામાં આવતી ન હતી જેથી કરીને પરિવારને સાથે રાખીને ગામના લોકો ત્યાં આવ્યા હતા. ત્યારે કોઈપણ ભોગે દીકરીને પછી લાવવાની માંગ કરી હતી જેથી કરીને ધારાસભ્યએ એસપી અને ડીવાયએસપી સાથે વાત કરીને ઘટતી કાર્યવાહી કરવાનું કહ્યું હતું અને બેચર ઘોડાસરાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે તેવું જણાવ્યુ હતું ત્યાર બાદ ધારાસભ્યએ લોકોનો રોષ પારખીને બેચર ઘોડાસરાને ભાજપના સક્રિય અને પ્રાથમિક સભ્યપદ ઉપરથી તેણે સસ્પેન્ડ કરવા માટે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીને ભલામણ પત્ર લખ્યો છે. તેવી માહિતી ગામના લોકો પાસેથી જાણવા મળેલ છે. 




Latest News