મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી-પરિશ્રમ ઔષધી વન દ્વારા વૃક્ષારોપણ
મોરબીમાં મકાન ભાડે રાખવાથી થયેલ મિત્રતા જીતેન્દ્ર કૈલાને મોતના મુખ સુધી લઈ ગઈ!: આરોપીના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર
SHARE









મોરબીમાં મકાન ભાડે રાખવાથી થયેલ મિત્રતા જીતેન્દ્ર કૈલાને મોતના મુખ સુધી લઈ ગઈ!: આરોપીના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીમાં પોલીસ પુત્રએ તેના ટ્રાન્સપોર્ટર મિત્રની હત્યા કરી નાખી હતી તે ઘટનામાં એક પછી એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે તેવામાં મૃતકે મોરબીના ઘૂટું ગામે આરોપીનું મકાન આવેલ છે તે મકાન મૃતક જીતેન્દ્ર કૈલાએ ભાડે રાખ્યું હતું ત્યારથી બંને મિત્ર બનેલ હતા અને ત્યાર બાદ બંને સાથે હરવા ફરવા માટે પણ ગયા હતા. જેથી વિશ્વાસ મૂકીને જીતેન્દ્ર કૈલાએ તેના મિત્રને ઉછીના આઠ લાખ રૂપિયા આપ્યા હતા અને તે રૂપિયા જ તેની મોતનું કારણ બની ગયેલ છે હાલમાં પકડાયેલા આરોપીના ફર્ધર રિમાન્ડની માંગણી સાથે પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે આરોપીના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.
મોરબીના ટિંબડી પાસે જે.આર. રોડલાઇન્સ નામથી ટ્રાન્સપોર્ટ ધરાવતો જીતેન્દ્ર રમેશભાઈ કૈલા (34) નામનો યુવાન તા. 20 જૂન 2024 થી ગુમ થયો હતો અને તેને પોલીસ તેમજ પરિવાર શોધી રહ્યો હતો તેવામાં જીતેન્દ્ર કૈલાના ભાઈએ અપહરણની ફરિયાદ નોંધાવેલ હતી અને તેમાં આરોપી તરીકે જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયાનું નામ આપ્યું હતું જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ મેળવીને તેની પૂછપરછ કરી હતી જો કે, રીઢો આરોપી હોવાથી પોલીસે તેને આગવી ઢબે કુનેહ પૂર્વક ઉજાગરા કરાવીને તેની પાસેથી જીતેન્દ્ર કૈલાની માહિતી મેળવી હતી જેમાં તે યુવાની હત્યા થયેલ હોવાનું સામે આવ્યું હતું.
મોરબી એ ડિવિઝન પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક જીતેન્દ્ર કૈલા નાની વાવડી ગામ પાસે આવેલ સતનામ કોમ્પલેક્ષમાં આરોપીની ઓફીસે તેને ઉછીના આપેલા આઠ લાખ રૂપિયા લેવા માટે ગયો હતો અને તે રૂપિયા પાછા ન આપવા પડે તે માટે આરોપીએ તેની ઓફિસમાં જ જીતેન્દ્ર કૈલાની ગળેટુપો આપીને હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ હત્યાની આ ઘટનામાં પોતે નિર્દોષ છે અને કશું જ જાણતો નથી તેવું સાબિત કરવા માટે ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર માટે તેવી સ્ટોરી આરોપી જીતેન્દ્ર ગજીયાએ ઘડી કાઢી હતી. જોકે આ ઓવર સ્માર્ટ આરોપીએ કરેલી ભૂલોમાંથી જ પોલીસે તેને ટેકનિકલ સહિતના માધ્યમો થકી ઝડપી લીધો હતો.
વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ મૃતક જીતેન્દ્ર કૈલા મૂળ હળવદ તાલુકાનાં ઘનશ્યામગઢા ગામનો રહેવાસી છે અને તેનો ધંધો મોરબીના ટિંબડી ગામ પાસે હતો જેથી કરીને મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ જીતેન્દ્ર ગાજીયાના મકાનમાં તે ભાડે રહેવા માટે આવ્યો હતો અને અને ત્યારથી તે બંને એક બીજાના સંપર્કમાં હતા અને સાથે હરવા ફરવા માટે પણ જાય તેવી મિત્રતા તે બંને વચ્ચે હતી જો કે, આરોપીના મનમાં પહેલાથી જ પાપ હશે એટ્લે જ તો તેણે મૃતક યુવાન પાસેથી મંડળીનું ધીરાણ ભરવા આઠ લાખ અને અને જમીન લેવા માટે દસ લાખ કુલ મળીને 18 લાખ રૂપિયા લીધેલ હતા. જે પાછા ન આપવા પડે તે માટે તેની હત્યા કરી નાખી હતી.
અત્રે ઉલેખનીય છે કે, જે દિવસે યુવાન ગુમ થયો હતો તે દિવસે નિત્યક્રમ મુજબ તે ઘરે આવેલ ન હતો. જો કે, તેની પત્નીને ખબર હતી કે તે જીતેન્દ્ર ગાજીયાની ઓફિસે ગયેલ છે જેથી તેણે મૃતક યુવાનની પત્નીએ ફોન કર્યો હતો ત્યારે આરોપીએ કશું થયું જ ન હોય અને પોતે કશું જાણ તો જ ન હોય તેવી રીતે જીતેન્દ્ર કૈલા તેની ઓફિસેથી ચાર વાગ્યે નીકળી ગયેલ છે તેવું જણાવીને હું ટિંબડી ઓફિસે જોઈ આવું તેવું કહ્યું હતું અને ત્યાર બાદ ટિંબડી ઓફિસે જઈને તેણે મૃતકની પત્નીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, “ઓફિસનો કાચનો દરવાજો બંધ છે જો કે, શટર ખુલ્લુ છે.” આમ પોલીસ નિર્દોષ છે અને જીતેન્દ્ર કૈલાને શોધવા માટે તેણે પણ પરિવારની મદદ કરેલ છે તેવું દર્શાવવા માટે આરોપીએ પૂરતા પ્રયાસો કર્યા હતા જો કે, પોલીસે હત્યાના આ ચકચારી કેસમાં આરોપીના પહેલા ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે આજે પૂરા થતાં તેણે ફર્ધર રિમાન્ડની માંગણી સાથે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે કોર્ટે આરોપીના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.
