ટંકારામાં રૂપિયાની ઉઘરાણી કરીને યુવાનને કમર-નિતંબ ઉપર છરીના ઘા ઝીકયા: જાનથી મારી નાખવાની ધમકી
SHARE
ટંકારામાં રૂપિયાની ઉઘરાણી કરીને યુવાનને કમર-નિતંબ ઉપર છરીના ઘા ઝીકયા: જાનથી મારી નાખવાની ધમકી
ટંકારા મોરબી રોડ ઉપર આવેલ નોનવેજની દુકાન સામે યુવાન ઊભો હતો ત્યારે તે યુવાને જે વ્યક્તિને 50,000 રૂપિયા દેવાના હતા તેણે યુવાન પાસે રૂપિયાની માંગણી કરી હતી ત્યારે આ યુવાનને તે વ્યક્તિના ભાઈ પાસેથી રૂપિયા લેવાના હતા જેથી તેની પાસેથી રૂપિયા લઈ લેવાનું કહ્યું હતું જે તેને સારું નહી લાગતા તે શખ્સે યુવાન ઉપર છડી વડે હુમલો કર્યો હતો અને ત્યારે કમરની જમણી બાજુએ તથા જમણી બાજુના નિતંબના ભાગ ઉપર છરીના બે ઘા માર્યા હતા અને બીજા શખ્સે લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતિ મુજબ ટંકારાની ખીજડીયા ચોકડી પાસે રહેતા રફીકભાઈ આદમભાઈ માડકીયા જાતે ઘાંચી (38)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શાહરૂખભાઈ શરીફભાઈ પરમાર અને ઈરફાન પરમાર રહે. બંને મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે ટંકારા મોરબી હાઇવે રોડ ઉપર મહમદી નોનવેજની દુકાન સામે હતો ત્યારે ફરિયાદી યુવાનને શાહરૂખ પરમારના ભાઈની ગાડીના ત્રણ હપ્તા ભરેલા હતા જેના 46,500 લેવાના બાકી હતા અને આરોપીએ ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા લેવાના હતા જે રૂપિયાની માંગણી કરતા ફરિયાદી યુવાને શાહરૂખ પરમારને તેના ભાઈ પાસેથી રૂપિયા લઈ લેવાનું કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા તેણે ફરિયાદીને પોતાના હાથમાં રહેલ છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે યુવાનને કમરથી નીચે ડાબી બાજુએ અને જમણા નિતંબના ભાગે છરીના બે ઘા માર્યા હતા અને તેની સાથે રહેલા ઈરફાન પરમારે લાકડાના ધોકા વડે ડાબા ખભા ઉપર માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી અને બંને આરોપીઓએ ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલ યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.