મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

ટંકારામાં ટ્રાન્સપોર્ટની ઓફિસની બાજુમાં યુવાનને ઝેરી જંતુ કરડી જતાં સારવાર દરમ્યાન મોત


SHARE









ટંકારામાં ટ્રાન્સપોર્ટની ઓફિસની બાજુમાં યુવાનને ઝેરી જંતુ કરડી જતાં સારવાર દરમ્યાન મોત

ટંકારાની લતીપર ચોકડી પાસે શિવશક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં રહેતા યુવાનને કોઈ ઝેરી જંતુ કરડી જતા તેને સારવાર માટે મોરબી બાદ રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું. જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજુબ મૂળ બિહારના રહેવાસી અને હાલમાં ટંકારાની લતીપર ચોકડી પાસે શિવશક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં રહેતા અને મજૂરી કામ કરતા મોહમદકુર્શીદ મોહમદયુસુફ (34) નામનો યુવાન શિવશક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં હતો ત્યારે કોઈ ઝેરી જીવ જંતુ તેને કરડી ગયું હતું જેથી આ યુવાનને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News