વાંકાનેર તાલુકામાં જુદાજુદા બે ગામમાં એક-એક યુવાને કર્યો આપઘાત હળવદના ટીકર રોડ ઉપરથી કતલખાને લઈએ જવાતા 2 પાડા-1 પાડીને બચાવ્યા: એક સામે ફરિયાદ ટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી હળવદમાં પાણીનો વાલ્વ બંધ કરવા માટે અને સાફ-સફાઈ બાબતે મહિલાને દંપતી આપી જાનથી મારી નાખવાની ધમકી: હવે સામસામી ફરિયાદ મોરબીમાં જિલ્લા કક્ષાની જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી ૧૫મી નવેમ્બરે કરાશે મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન
Breaking news
Morbi Today

મોરબીમાં તબીબી સંસ્થાઓએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીએ ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવવું


SHARE































મોરબીમાં તબીબી સંસ્થાઓએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીએ ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવવું

ગુજરાત સરકાર દ્વારા ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટસ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ-૨૦૨૧ તા.૧૩-૦૯-૨૦૨૨ ના રોજ અમલમાં મુકવામાં આવી છે. આ એક્ટ અન્વયે રાજ્યમાં તા.૨૬-૦૯-૨૦૨૨ ના રોજ ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટસ (રજીસ્ટ્રેશનએન્ડરેગ્યુલેશન) રૂલ્સ ૨૦૨૨ ઘડવામાં આવ્યા. જે તા.૨૮-૦૯-૨૦૨૨ ના ગેઝેટ નોટીફીકેશનથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,સચિવાલય ગાંધીનગર દ્વારા હોસ્પિટલના રજીસ્ટ્રેશન કરવા અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નિયમો મુજબ રાજ્યમાં તબીબી સંસ્થાઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઇ શકે તે માટે પોર્ટલ કાર્યાન્વિત કરવાની કામગીરી હાલ આખરી તબક્કામાં છે. ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટસ(રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન)એક્ટ-૨૦૨૧ ની કલમ-૨(ગ)ની ચિકિત્સા સંસ્થાની વ્યાખ્યામાં આવતી તમામ સંસ્થાઓનું રજીસ્ટ્રેશન ઓનલાઈન પોર્ટલ કાર્યાન્વિત થાય ત્યાં સુધી આ કામગીરી ઓફલાઈન માધ્યમથી કરવા જણાવવામાં આવ્યું છે.

જેથી મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીની સુચના અનુસાર  મોરબી જિલ્લાની તમામ ચિકિત્સા સંસ્થા જેવી કે ક્લીનીક, પોલીક્લીનીક, હોસ્પિટલ, મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, લેબોરેટરીના રજીસ્ટ્રેશન પ્રમાણપત્રના હેતુ માટે અરજદારે એનેક્ષર ૭ માં દર્શાવ્યા પ્રમાણે જુદા-જુદા કદની ચિકિત્સા સંસ્થાઓ માટે ભરેલી જરૂરી માહિતી અને ફી સાથે રૂબરૂ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ને અરજી કરવાની રહેશે. દરેક ચિકિત્સા સંસ્થાએ રજીસ્ટ્રેશનની કામગીરી દસ દિવસમાં પૂરી કરવાની મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવેની યાદીમાં જણાવવામાં આવ્યું છે.












Latest News