વાંકાનેરમાં 500 વર્ષ પ્રાચીન શ્રી રઘુનાથજી મંદિરના ગાદીપતિ મહંત છબીરામજી મહારાજનું નિધન: શહેરમાં શોક
મોરબીમાં ઉછીના આપેલ રૂપિયા માટે ઓફિસમાં જ ઝઘડો થતાં મિત્રએ મિત્રની કરેલ હત્યાની ઘટનાનું પોલીસે આરોપી પાસે કરાવ્યુ રિકન્સ્ટ્રકશન
SHARE
મોરબીમાં ઉછીના આપેલ રૂપિયા માટે ઓફિસમાં જ ઝઘડો થતાં મિત્રએ મિત્રની કરેલ હત્યાની ઘટનાનું પોલીસે આરોપી પાસે કરાવ્યુ રિકન્સ્ટ્રકશન
મોરબીમાં યુવાન ટ્રાન્સપોર્ટરની તેના જ મિત્ર એવા પોલીસ પુત્રએ હત્યા કરી હતી. જે ઘટના સામે આવી ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી અને આ ઘટના એક પછી એક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જો કે, હાલમાં આરોપી પોલીસ રિમાન્ડ ઉપર છે ત્યારે આરોપીએ કઈ રીતે તેના જ મિત્રની હત્યા કરી હતી તે સમગ્ર ઘટનાનું આજે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેની ટિમ દ્વારા રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું જેમાં ભલભલાને ગોથે ચડાવી દે તેવા પ્લાનિગ સાથે આરોપીએ તેના જ મિત્રની રૂપિયા પાછા ન આપવા પડે તે માટે હત્યા કરી નાખી હતી. અને તેની લાશને જમીનમાં ખાડો ખોદીને દાટી દીધી હતી. આ સમગ્ર ઘટના આરોપીએ પોલીસની સમક્ષ કરી બતાવી હતી.
મોરબીના ટિંબડી પાસે જે.આર. રોડલાઇન્સ નામથી ટ્રાન્સપોર્ટ ધરાવતો જીતેન્દ્ર રમેશભાઈ કૈલા (34) નામના યુવાને તેના જ મિત્ર જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયાને સમયાંતરે કુલ મળીને 18 લાખ રૂપિયા આપેલ હતા જે રૂપિયા આરોપી જીતેન્દ્ર ગજીયાને પાછા આપવા ન પડે તે માટે તેને માસ્ટર પ્લાન બનાવેલ હતો. જેની પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ આરોપી જીતેન્દ્ર ગજીયાએ તેની ઓફિસે ઉછીના આપેલા રૂપિયા લેવા માટે જીતેન્દ્ર કૈલા ગયો હતો ત્યારે આરોપીએ તેની ગળાટુપો આપીને હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ મૃતકના પરિવારને ગુમરાહ કરવા માટે મૃતકના પત્નીને ફોન તેમજ મેસેજ કરેલ હતા અને જેની હત્યા આ આરોપીએ કરી હતી તે જ જીતેન્દ્ર કૈલાને શોધવા માટે તેની ઓફિસ સુધી જઈને જાણે કે પોતે કશું જાણતો જ નથી તેવું દર્શાવવાનો પણ પરિવારને પ્રયાસ કર્યો હતો.
જો કે, કોઈપણ ગુનેગાર કે ભૂલ ચોક્કસ કરે છે તેવી જ રીતે આ રીઢા આરોપીએ એક નહીં અનેક ભૂલો કરી હતી જેમાં મૃતકના પત્નીને કરેલ ગુજરાતી મેસેજ, તેના બાઇક ઉપર રાખવામા આવેલ હેલ્મેટ, પોલીસને ગુમરાહ કરવા માટે મૃતક જેવા જ કપડાં પહેરીને ઓફિસની બહાર નીકળ્યો હતો પરંતુ તેની હલચલ મેચ થતી ન હતી અને સૌથી મોટી વાતએ હતી કે પોલીસને ગુમરાહ કરવા માટે આરોપીએ મૃતક યુવાન ગુમ થયો તેના બીજા જ દિવસે પોલીસે જિતેન્દ્ર કૈલા તેની ઓફિસમાંથી રૂપિયા લઈ ગયેલ છે તેવી અરજી આપી હતી. જેથી પોલીસની શંકા મજબૂત બની હતી અને મૃતકના ભાઈની અપહરણની ફરિયાદ લઈને પોલીસે જીતેન્દ્ર ગજીયાની ધરપકડ કરી હતી અને આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેને જ જીતેન્દ્ર કૈલાની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.
આજે મોરબી એ ડિવિઝન પીઆઇ હકૂમતસિંહ જાડેજા અને તેની ટીમે આરોપી જીતેન્દ્ર ગજીયાને સાથે રાખીને હત્યાની આ ચકચારી ઘટનામાં આરોપી પાસે રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું ત્યારે આરોપીએ જે ઘટના તા 20/6 ના રોજ બનેલ હતી તે ઘટના પોલીસની હાજરીમાં કરી બતાવી હતી અને જણાવ્યુ હતું કે, તે દિવસે બપોરે 12:30 કલાકે જીતેન્દ્ર કૈલા તેની ઓફિસે આવ્યો હતો. અને બપોરે 3:00 વાગ્યાની આસપાસમાં રૂપિયા માટે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે આરોપી જીતેન્દ્ર ગજીયાએ ગાળાટુપો આપીને તેની હત્યા કરી નાખી હતી.
ત્યાર બાદ લાશનો નિકાલ કરવાના બદલે તેને પહેલા પુરાવાનો નાશ કરવા માટેનું કામ શરૂ કર્યું હતું અને મૃતકે જેવા કપડાં પહેર્યા હતા તેવા જ કપડાં પહેરીને માથા ઉપર હેલ્મેટ મૂકીને તે પોતે ઓફિસની બહાર આવ્યો હતો અને બપોરે 4:00 વાગ્યે તે ઓફિસેથી મૃતકનું બાઇક મૂકવા માટે નીચી માંડલ ગામ બાજુ ગયો હતો ત્યાં બાઇક મૂકીને તે રિક્ષામાં પછીઓ મોરબીના જૂના બસ સ્ટેશને આવ્યો હતો અને ત્યાર બાદ ઘરે જઈને તેને પોતાનું પેન્ટ બદલાવ્યું હતું અને પછી તે રાતે 8:00 વાગ્યે તેની સ્કોર્પિયો ગાડી લઈને કોમ્પ્લેક્ષ પાસે આવ્યો હતો અને ત્યાંથી તેને મૃતકની લાશને ખોખામાં પેક કરીને તેની ગાડીમાં મૂકી હતી.
વધુમાં પોલીસે જણાવ્યુ હતું કે, ગાડીમાં લાશ મૂકીને આરોપી તેની ઓફિસની સામેના ભાગમાંથી કોદડી અને પાવડો લઈને ગાડીમાં મૂક્યા હતા અને તે મોડપર, પીપળીયા બાજુ ગાડી લઈને ગયો હતો અને લાશને પોતાની ગાડીમાં રાખીને તેને લગભગ ત્રણ કલાક સુધી આંટા માર્યા હતા ત્યાર બાદ તેને મોરબી તાલુકાનાં માણેકવાડા ગામ પાસે આવેલ પાણીના વહેણ જેવી જગ્યામાં થોડો ખાડો હતો ત્યાં કોદડી અને પાવડોની મદદથી થોડો ઊંડો ખાડો કર્યો હતો અને ત્યાર બાદ મૃતક જીતેન્દ્ર કૈલાની ખોખામાં પેક કરેલ લાશને ખાડામાં મૂકીને તેના ઉપર માટી નાખી દીધી હતી અને જાણે કશું થયું જ નથી તે રીતે રાતે લગભગ દોઢેક વાગ્યાના અરસામાં તે પોતાના ઘરે આવી ગયો હતો.
અત્રે ઉલેખનીય છે કે, આરોપીએ પોલીસ અને મૃતકના પરિવારને ગુમરાહ કરવા માટે પોતે મોરબીમાં જ રહ્યો હતો અને મૃતકનો મોબાઈલ ફોન તેના ચેતન નામના મિત્રને આપેલ હતો અને તેમાં મેસેજ પણ તેને ટાઈપ કરીને આપેલ હતા જો કે, મૃતક બહાર ભાગી ગયેલ છે તેવું સાબિત કરવા માટે તેના મોબાઈલમાં ગુજરાતીમાં આરોપીએ મેસેજ ટાઈપ કરીને રહ્યા હતા અને તે મોબાઈલ ફોન લઈને ચેતનને વડોદરા બાજુ સ્પેશ્યલ મોકલ્યો હતો અને ત્યાં જઈને મોબાઇલને ઓન કરીને મેસેજ સેન્ડ થઈ જાય એટ્લે ઓફ કરી દેવાનું કહ્યું હતું અને મોબાઈલ લઈને ચેતનને વડોદર બાજુ મોકલ્યો હતો. જો કે, ગુજરાતીમાં કરેલા મેસેજે આરોપીના માસ્ટર પ્લાન ઉપર પાણી ફેરવી નાખ્યું હતું. આ આરોપીના આવતીકાલે બપોરે રિમાન્ડ પૂરા થયા છે જેથી પોલીસ તેને ફરી કોર્ટમાં રજૂ કરશે.