મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં 500 વર્ષ પ્રાચીન શ્રી રઘુનાથજી મંદિરના ગાદીપતિ મહંત છબીરામજી મહારાજનું નિધન: શહેરમાં શોક


SHARE













વાંકાનેરમાં 500 વર્ષ પ્રાચીન શ્રી રઘુનાથજી મંદિરના ગાદીપતિ મહંત છબીરામજી મહારાજનું નિધન: શહેરમાં શોક
ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના અગ્રણીઓ, ગામે ગામથી પધારેલા સંતો, મહંતો, અનુયાયીઓએ પુષ્પાંજલી અર્પી: પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
વાંકાનેરમાં પાંચસો વર્ષ જુનુ શ્રી રઘુનાથજી મંદિરના સાતમાં ગાદીપતિ મહંત પૂ.શ્રી છબીરામદાસજી મહારાજનું ટુંકી બીમારી બાદ ગઈકાલે રાત્રે પુ.બાપુએ અંતિમ શ્ર્વાસ લીધા હતા.

 આ વાત વાયુવેગે પ્રસરતા બહોળી સંખ્યામાં અનુયાયીઓ મંદિર ખાતે દોડી આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રભરની વિવિધ જગ્યાના સંતો મહંતો તથા અનુયાયીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 ત્યારબાદ શ્રી રઘુનાથજી મંદિર ખાતે જ પુ.બાપુના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા. આ તકે અનેક સંતો મહંતો તથા વિવિધ વ્યાપારી એસો.ના અગ્રણીઓ-હોદેદારો ઉપરાંત ધારાસભ્ય જીતુભાઈ સોમારી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ વ્યાપારી અગ્રણી વિનુભાઈ કટારીયા, ગીરીશભાઈ કાનાબાર, પત્રકારો લીતેશભાઈ ચંદારાણા, ભાટી એન. પાલીકા પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરા, અશ્ર્વિનભાઈ મેઘાણી, વિશ્વ હિન્દુ પરિષદના અમરશીભાઈ મઢવી, કાઉન્સીલર રાજભાઈ સોમાણી, અમિતભાઈ સેજપાલ, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી તથા બાર કાઉન્સીલના અગ્રણી સુનીલભાઈ મહેતા, જીતેશભાઈ રાજવીર, બ્રિજરાજસિંહ રાણા, કિરાણા એસો.ના ઉપપ્રમુખ લલીતભાઈ ભીંડોરા, વિરાજભાઈ મહેતા, મુનાભાઈ હેરમા, ચેતનગીરી ગૌસ્વામી સહિતના અગ્રણી આગેવાનો ઉપરાંત કાર્યકરો દ્વારા પુષ્પાંજલી તથા પુષ્પવર્ષા અર્પણ કરવામાં આવી હતી.

પુજય બાપુની અંતિમ નગરયાત્રા શ્રી રઘુનાથજી મંદિરેથી પ્રસ્થાન થઈ માર્કેટ ચોક, ચાવડી ચોક, દરબારગઢ રોડ, રામચોક, પ્રતાપ ચોક, પુલ દરવાજા, દિવાનપરા, જડેશ્ર્વર રોડ થઈ સમાધી સ્થાને પહોંચી હતી, જયાં શાસ્ત્રોકત વિધી કરાયા બાદ સમાધી આપવામાં આવી હતી








Latest News