ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીના ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી ટંકારાના નેકનામ ગામે વાડી પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી આમ આદમી પાર્ટીમાં ખેંચતાણ અને મનસ્વી સાશનથી કંટાળીને મેં રાજીનામું આપ્યું  : હિતેશ ભટ્ટ


SHARE

















મોરબી આમ આદમી પાર્ટીમાં ખેંચતાણ અને મનસ્વી સાશનથી કંટાળીને મેં રાજીનામું આપ્યું  : હિતેશ ભટ્ટ

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીમાં ખેંચતાણ અને આપખુદ સાશનથી કંટાળીને મે મારું રાજીનામુ આપી દીધેલ છે.હિતેશ ભટ્ટને સસ્પેન્ડ કર્યાનો દાવો આમ આદમી પાર્ટી દાવો કરે છે. જોકે તે પહેલા જ મે મારૂ રાજીનામું પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી અને મોરબી-કચ્છ પ્રમુખને રાજીનામું વોટસએપ દ્વારા મોકલી આપેલ છે.

તેઓએ જણાવેલ મને સસ્પેન્ડ કર્યાના દાવાને હું હિતેશ ભટ્ટ સંપૂર્ણ પણે નાટક ગણું છું.મે મારી જાતે જ રાજીનામું આપેલ છે.રાજીનામું આપવાનું સ્પષ્ટ કારણ કે ર૦રર ની વિદ્યાનસભા ચુંટણી પુરી થતા જ કેટલાક રતનદુખીયા ભુર્ગભમાં અજ્ઞાત વાસમાં ઉતરી ગયેલા અને અચાનક મહાનગર પાલીકાની ચુંટણી નજીક આવતા બહાર આવ્યાં છે.અને મારા સાથી મીત્રોને ર૪ કલાકમાં વોર્ડની નીમણુક આપવાનું પ્રેશર આપતા મને નારાજગી જણાતા મેં રાજીનામું આપ્યુ છે.હજી આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીમાંથી અનેક રાજીનામા આવશે. જે અંગે હાલતો આમ આદમી પાર્ટીએ પોતાનું સંગઠન બચાવવા આત્મ મંથન કરવાની જરૂર છે.કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શકિતસિંહજી ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કૉંગ્રેસનો હાથ મજબુત કરવા મેં હવે કોંગ્રેસમાં પ્રવેશ કરેલ છે.




Latest News