મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

માળીયા(મી) તાલુકાના બગસરા ગામ પંચાયત કચેરીએ અધિકારીએ કરી મુલાકાત


SHARE





માળીયા(મી) તાલુકાના બગસરા ગામ પંચાયત કચેરીએ અધિકારીએ કરી મુલાકાત

મોરબી જીલ્લા તંત્ર દ્વારા આજરોજ માળીયા (મી) તાલુકાના બગસરા ગામે મુલાકાત કરી હતી અને મળતી માહિતી અનુસાર ગામ પંચાયત કચેરી ખાતે સમસ્યા વિશે માહિતી સાંભળી હતી અને બગસરા પ્રાથમિક શાળાની તેમજ આંગણવાડીની મુલાકાત કરી હતી.

આ તકે ગામ ના તલાટી કમ મંત્રી તથા ગામ પંચાયત ટીમ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આવેલ અધિકારી એ ચાદીપુરા વાઈરસનો ફેલાવોનો થાય તે માટે સ્વછતા જાળવણી કરવી અને પાણી ભરેલા ખાડામાં ભુકી નાખી દેવા સુચનો આપ્યા હતા અને ગામ પંચાયત દ્વારા તેમજ ગામના અગ્રણીએ તંત્રને  અનેક  રજુઆત કરીને સમસ્યાઓનો ઢગલો થઈ ગયો હતો. જેમાં પીવાનુ પાણી પુરતુ આવતું નથી, ભાવપરથી બગસરા ગામને જોડતો રસ્તા ભયંકર હાલત અને ખાડા પડી ગયા છે, ગામના વિધાર્થીઓને આગળ અભ્યાસ કરવા માટે તેમના સમયે એસટી બસની સુવિધા આપવામાં આવે, ગામમાં જુની જર્જરીત પાણીના સંપ અને ઊચી ટાંકી છે પડસે તો કોની જવાબદારી કોની..?

ગામમાં વીજતંત્ર દ્વારા નીયમીત વિજળી મળતી નથી અને રજુઆત કરવા છતાં પી જી વી સી એલ કચેરી પીપળીયા દ્વારા ગામ માં શાળા ઉપર ખુલા તાર અને પ્લોટ વિસ્તાર માં નવા પોલ નાખવા અને જર્જરીત પોલ બદલાવવા આવે, બગસરા ગામ પંચાયત ની હદમાં આવતી સરકારી પડતર ખરાબા અને ગોચરમાં માં મીઠા ઉદ્યોગપતિ દ્વારા  પોતાના અંગત સ્વાર્થ માટે મંજૂરી વગર રસ્તા બનાવી લીધેલા છે તેમના મીઠા ભરેલા ટ્રકો ચલાવવા માટે ઓવરલોડ ભારે વાહનો અને તાલપત્રી વગર ચાલતાને બંધ કરવામાં આવે, બગસરા ગામની હદમાં સરકારી જમીન હોય કે ખરાબાની જમીન કે પછી ગોચરની જમીનમાં મીઠા ઉદ્યોગપતિ દ્વારા ગેરકાયદેસર રીતે કબજા કરી દબાણ દૂર કરવા અનેક રજૂઆતો કરી પણ કોઈ કાર્યવાહી આજ દિન સુધી થયેલ નથી




Latest News