મોરબીના ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો વાર્ષિક સમારોહ સંપન મોરબીમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી મોરબીની મહિલા પાસેથી ફાઇનાન્સ કંપનીએ વધુ વસુલેલ રૂપિયા વ્યાજ સહિત પરત અપાવતું ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીના પ્રવેશદ્વાર સમાન શનાળા રોડે દબાણ હટાવતા કમિશ્નર: શહેર હાર્ટ સમાન નહેરૂ ગેઇટ ચોકમાં સફાઈ કયારે ? 30 સાલ બેમિસાલ કાર્યક્રમની તૈયારી માટે મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં મિટિંગ યોજાઇ મોરબીમાં આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું: દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી સાત જગ્યાએ મારામારી: ઇજા પામેલા નવ લોકો સારવારમાં મોરબીમાં રોડ સાઈડમાં નહીં ડીવાયડરની વચ્ચો વચ્ચ કારનું પાર્કિંગ !: અકસ્માત થાય તો જવાબદાર કોણ ?
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે શ્રાવણ મહિનાના સોમવારે બરફના શિવલીંગના દર્શન યોજાશે


SHARE











મોરબીના જલારામ મંદિરે શ્રાવણ મહિનાના સોમવારે બરફના શિવલીંગના દર્શન યોજાશે

મોરબી જલારામ મંદિરમાં આવેલ જલિયાણેશ્વર મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર તા.૫-૮ ના રોજ બરફના શિવલીંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને શિવભક્તો માટે પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર સોમવારે ફરાળ મહાપ્રસાદ રાખવામા આવશે.

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણમાસના પ્રથમ સોમવાર તા.૫-૮ ના રોજ બપોરે ૪ કલાક થી શિવભક્તો માટે બરફના શિવલીંગના દર્શનનુ અનેરુ આયોજન કરવામાં આવેલ છે. તે ઉપરાંત પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવશે. જલારામ મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે ત્યારે શ્રાવણમાસ દરમિયાન દર સોમવારે ભક્તજનો માટે ફરાળ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવશે. અને મહાદેવના રૂદ્રાભિષેક, લઘુરુદ્રી સહીતની પૂજા માટે ભાવીનભાઈ ઘેલાણી (૮૭૫૮૧૨૦૪૩૫), અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬), હીતેશભાઈ જાની (૯૮૨૫૩૨૬૭૨૯), ચિરાગભાઈ રાચ્છ(૯૦૯૯૬૦૦૦૮૧) નો સંપર્ક કરવા માટે શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે યાદીમાં જણાવ્યુ છે






Latest News